કચ્છના હરામીનાળા પાસેથી BSFએ એક બોટ સાથે બે પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા
abpasmita.in | 21 Oct 2019 11:19 PM (IST)
પાકિસ્તાની ઝડપાયેલ બોટમાં બંને લોકો ભારતમાં ઘુસણખોરી કરી રહ્યા હોવાની આશંકાએ BSFએ વધુ તપાસ હાથ ધરી છે.
ભૂજ: કચ્છના હરામીનાળામાંથી પાકિસ્તાનના બે માછીમાર સહિત એક બોટ ઝડપાઈ છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. BSF દ્નારા બંને પાકિસ્તાની માછીમારોને ઝડપીને તેમની બોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાની ઝડપાયેલ બોટમાં બંને લોકો ભારતમાં ઘુસણખોરી કરી રહ્યા હોવાની આશંકાએ BSFએ વધુ તપાસ હાથ ધરી છે. આ પાકિસ્તાની બોટમાં ઝડપાયેલા બે માછીમારોના નામ અહમદ અને હમજા છે. પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.