તાપીઃ સોનગઢના માંડલ ટોલ નાકા પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આશરે 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. મળતી જાણકારી અનુસાર જાનૈયા ભરેલી બસ માંડલ ટોલનાકા સાથે અથડાઇ હતી.  શ્રી સમર્થ નામની સુરત તરફ જતી ટ્રાવેલ્સ ટોલનાકા પાસે બેકાબૂ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 15 જેટલા મુસાફરોની ઇજા પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા  હતા.


અકસ્માતમાં ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 15ને ઈજા પહોંચી હતી, જેમાંથી 4 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે બસ પૂરઝડપે આવી રહી હતી અને ટોલનાકા પાસે આવેલા સાઇન બોર્ડ અને ડિવાઇર સાથે અથડાઇ હતી. બસના સાઈડનાં પતરાં પણ તૂટી જતાં બસમાં સવાર જાનૈયાઓને પણ ઈજા પહોંચી હતી.


 



રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો


કોરોનાએ ફરી એકવાર માથુ ઉંચક્યુ છે, રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ અચાનક કોરોનાના કેસો વધતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ  છે, રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. અચાનક વધી ગયેલા કોરોનાના સરકાર રસીકરણની વાત કરવા લાગી છે. 


ગુજરાતમાં કોરોનાના કેસો અને વેક્સિનેશન અભિયાનની કામગીરીને લઇને સરકાર દોડતી થઇ છે, આજે આ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર સાથે વીડિયો કૉન્ફરન્સ કરી હતી, આમાં ગુજરાતના આરોગ્ય તંત્રએ રસીકરણ અભિયાન અંતર્ગત કરેલી કામગીરી વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માડવીયાની અધ્યક્ષતામાં કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત વીડિયો કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ આ વીડિયો કૉન્ફ્રરન્સથી જોડાયા હતાં. 


નોંધનીય છે કે સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ વેકસીનેશન અભિયાન ને ઝડપી બનવવા અને 100 ટકા વેકસીનેશન સુધી પહોંચવા જેવા મુદ્દાઓની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની ચર્ચા કરી હતી.દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. 10 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 36  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,521 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે એક પણ મોત થયું  નથી. ગઈકાલે  4,09,727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.