હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાતના મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર રાહત પેકેજને લઈ વિચારણા કરી રહી છે. કોરોના મહામારીના કારણે સર્જાયેલ સ્થિતિને લઈ આ વિચારણા કરવામાં આવી છે .

મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર રાહત પેકેજને લઈ વિચારણા કરી રહી છે. કોરોના માહામારીના કારણે સર્જાયેલ સ્થિતિને લઈ આ વિચારણ કરવામા આવીછે જેના માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે સર્વે હાથ ધર્યો છે અને દરેક જિલ્લા કલેકટરોને આ અંગે પત્ર લખાયો છે અને જિલ્લામાં મંદિરના પૂજારી અને પૂજાપાઠ કરતા બ્રાહ્મણોની સંખ્યાની વિગતો સમય મર્યાદામાં પૂરી પાડવા અનુરોધ કરાયો છે.

આ પહેલા સામાજિક અને રાજકિય આગેવાનોએ રાહત પેકેજ આપવા રજૂઆતો કરી હતી ત્યારે સર્વેના આધારે આગામી નિર્ણય લેવાશે. નોંધનીય છે કે ગુજરાત સરકારે અનક રાહત પેકેજની જાહેરાત કરી ચૂકી છે.