પોરબંદરઃ પોરબંદર- સોમનાથ હાઇવે ઉપર કારને અકસ્માત નડતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ચિકસા ગામ નજીક કાર પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકો ના ઘટના સ્થળે મોત અને 3 ઘાયલ થયા હતા. કાર સોમનાથથી દ્વારકા જઇ રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. 
 
મૃતકો ખંભાળીયાના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા છે.  સુરેન્દ્રનગર પાસિંગની કાર જીજે-13 એબી 9903 નંબરની કારને અકસ્માત નડ્યો હતો. અન્ય એક અકસ્માતમાં દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સાથે ટક્કર થતાં ચાલકનું મૃત્યુ થયું છે. 


Ahmedabad : સિરિયલ કિલર રાજાની ધરપકડ, માત્ર 20 વર્ષની ઉંમરે કરી ચૂક્યો છે અનેક ખૂન.....


અમદાવાદઃ શહેર ક્રાઈમ બ્રાન્ચે સિરિયલ કિલરની ધરપકડ કરી છે. છેલ્લા દોઢ વર્ષથી હત્યા , લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના હેબતપુર વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.


 


આરોપીનું નામ રાજા ઉર્ફે કેવટ છે. રાજાની ઉંમર માત્ર 20 વર્ષ છે, પરંતુ નાની ઉંમરમાં ચોરી અને લૂંટ  જેવી ક્રિમીનલ પ્રવુતિઓની લત પર લાગી ગયો હતો. આરોપી  મૂળ બિહારનાનો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં રહીને લૂંટ , હત્યા અને ચોરી જેવી ક્રિમીનલ પ્રવતિઓને અંજામ આપતો હતો. જોકે આરોપીની આ ક્રિમિનલ પ્રવૃત્તિઓ લાંબી ન ચાલી અને અંતે પોલીસની પકડમાં આવી ગયો છે. 


 


આરોપીની ગુનાહિત ઈતિહાસની જો વાત કરીએ તો આરોપી રાજા સામે 2018માં વસ્ત્રાપુર વિસ્તારમાં રાહદારી પર સ્ટેબિંગ કરી હત્યા જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે. ફેબ્રુઆરી 2020માં એસપી રિંગ રોડ પર એક રાહદારીની લૂંટના ઇરાદે હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં સોલા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી સામે માત્ર અમદાવાદ અને ગુજરાતમાં જ નહિ પરંતુ રાજસ્થાનમાં પણ  ગુનો દાખલ થયેલો છે.


 


હાલ તો ક્રાઈમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કરી સોલા પોલીસને સોંપ્યો છે. હવે સોલા પોલીસ ની તપાસ બાદ વધુ વધુ ખુલાસા સામે આવશે.