છોટાઉદેપુર:  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં ભાજપ સાથે જોડાયેલા બુટલેગરો દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનુ જણાવ્યુ હતું. તેમણે વધુમાં કહ્યું કે,  સરકાર દારૂબંધી કરાવી ન શકતી હોય તો દારૂની પરમિશન આપી દેવી જોઇએ. રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે અને દારૂબંધીની અમલવારી મામલે વિપક્ષ દ્વારા ભૂતકાળમાં પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપ કરી જણાવ્યું કે તેઓની આસપાસ ફરનારા બુટલેગરો છે.  


ચૈતર વસાવાના આક્ષેપ, રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે


ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા કે, રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જે દારૂ વેચાય છે તે છેલ્લી કક્ષાનો દારૂ  છે. આ સાથે કહ્યું કે બુટેલગરોને નેતાનું સમર્થન છે.  છોટાઉદેપુર જિલ્લામાં યુવા અધિકાર યાત્રા દરમિયાન આ સવાલો તેમણે ઉઠાવ્યા હતા. ચૈતર વસાવા એ કહ્યું કે સરકાર અને પોલીસ જ દારૂની વ્યવસ્થા કરી આપે છે. જો સરકાર દારૂબંધીનો કડક અમલ ન કરાવી શકતી હોય તો સરકારે દારૂબંધી હટાવી દેવી જોઈએ. છૂટ આપી જોઈએ જેથી સારી ક્વોલિટીનો દારૂ મળે.  


ધારાસભ્ય ચૈતર વસાવાનું દારૂબંધીને લઈ  સ્ફોટક નિવેદન


નસવાડીમા યુવા આધિકાર યાત્રામા આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું દારૂબંધીને લઈ  સ્ફોટક નિવેદન હાલ તો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેંદ્ર બન્યું છે. ચૈતર વસાવાએ કહ્યું કે,  ડી ક્વોલિટીનો ઈંગ્લિસ દારૂ વેચવામાં આવે છે અને યુવાધનને ખલાસ કરવામા આવે છે. સરકારે દારૂબંધી હટાવી લેવી જોઈએ અને પરમિશન આપવી જોઈએ. છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે જોડાયેલા ઘણા બુટેલેગરો ખુલ્લે આમ દારૂ વેચે છે. ઉપર સુધી હપ્તાઓનુ સેક્સન ચાલે છે. તમને જે દારૂ જોઈએ તે અહીંયા મળશે એટલે આ વ્યવસ્થા સરકાર અને પોલીસ જાતે મળીને કરે છે.  


ચૈતર વસાવાના નિવેદન સામે ધારાસભ્ય અભેસિંહે પ્રતિક્રિયા  આપતા જણાવ્યું કે ચૈતરભાઈની વાત અલગ છે. એ બોલે છે કંઈ અને ચાલે છે કંઈ , રાજ્યના મુખ્યમંત્રી ગૃહ મંત્રી કડક હાથે  દારૂ બંધીની કામગીરી કરી રહ્યા છે. અમારો એક કાર્યકર તેમાં સંકળાયેલો હોય તો બતાવે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial