છોટાઉદેપુર : છોટાઉદેપુરમાં વધુ એક તાલિબાની સજાની ઘટના સામે આવી છે. એકબીજાના પ્રેમમાં ઘર છોડી જતાં રહેલા યુવક યુવતી સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી. યુવક યુવતીને ઝાડ સાથે બાંધી જાહેરમાં ઢોર માર મારતો વિડિઓ સામે આવ્યો છે. 


છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામે ગઈકાલે આ ઘટના બની હતી.રંગપુર પોલીસ મથકમાં 9 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

દાહોદમાં એક મહિલાને અપાઈ તાલીબાની સજા, જુઓ વીડિયો



 




Arvalli : શારીરિક સંબંધ બાંધવાને ઇરાદે સગીરાને યુવક ભગાડી ગયો, પકડાઇ જતાં કેવા થયા હાલ?


માલપુરઃ અરવલ્લીમાં સગીરાને ભગાડવી યુવકને પડી ભારે પડી ગયું છે. શારીરિક સંબંધ બાંદવાના ઇરાદે યુવક સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો. જોકે, લોકોએ યુવકને સગીરા સાથે પકડી પાડ્યો હતો અને માલપુરના મેવાડા ગામના અમુક લોકોએ યુવકને આપી તાલિબાની સજા આપી હતી. 


યુવકને માર મારી માથે મુંડન કરાતો વિડીયો વાયરલ થયો છે. જો કે હજી સુધી આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી. યુવક સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ ગયો હોવાનો આક્ષેપ થયો છે. સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે લઈ ગયો હોવાના આક્ષેપનો વિડિઓમાં ઉલ્લેખ છે. પકડાયેલા યુવાનને સગીરાના પરિવારે કરાવ્યું ભાન કરાવ્યું હતું. યુવકનું મુંડન કરી લેખિતમાં સહી કરાવાઈ હતી. 


કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે અમદાવાદ કોર્પોરેશન આવ્યું એક્શનમાં, શું લીધો મોટો નિર્ણય?


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે અમદાવાદ કોર્પોરેશન ફરી એકવાર એક્શનમાં આવી ગયું છે. ત્રીજી લહેરની આશંકાને પગલે  AMCએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.


શહેરમાં રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેના ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. બીજી લહેર સમયે કાઢી નાખવામાં આવેલા ડોમ ફરી શરૂ કરાયા છે. અગમચેતીના ભાગરૂપે શહેરમાં નહેરુનગર, વસ્ત્રાપુર, ગોતા, હેબતપુર, ઇન્કમટેક્સ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. 


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.