અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાલે મહાનગરપાલિકા માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. તેવા સમયે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરતો પરિપત્ર આજે જાહેર કર્યો છે.
જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પ્રચાર ખર્ચ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે.
મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે નવ વોર્ડથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 2,25,000, એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 1,50,000 ખર્ચ કરી શકશે.
જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 4 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 2 લાખ રૂપિયા ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ઉમેદવારો ચૂંટણીમાં મહત્તમ કેટલો ખર્ચ કરી શકશે ? જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2021 08:27 PM (IST)
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરતો પરિપત્ર આજે જાહેર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -