લાઠી: સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ વિકાસની વરવી વાસ્તવિકતાઓ બહુ બિહામણી હોય છે. 52 ગામડાઓ માટે આશીર્વાદરૂપ ગણાતી લાઠી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીની પથારીએ પડી હોય તેમ 75 વર્ષ પહેલાં સ્થપાયેલી હોસ્પિટલ અતિ જર્જરીત બની છે. જેને કારણે 52 ગામડાના દર્દીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે 


 સરકારી હોસ્પિટલમાં વિકાસના પોપડાઓ નીચે ખરી રહ્યા છે


અમરેલી જિલ્લાના 52 ગામડાઓને આશીર્વાદરૂપ લાઠીની એમ.આર. વળીયા સરકારી હોસ્પિટલની હાલત અત્યંત ખરાબ સ્થિતિમાં છે. સરકારી હોસ્પિટલોમાં સરકાર દ્વારા દર્દી નારાયણની સુવિધાઓ માટે વિકાસની વાતો કરતી હોય પરંતુ લાઠીને સરકારી હોસ્પિટલમાં વિકાસના પોપડાઓ નીચે ખરી રહ્યા છે. હોસ્પિટલની છતમાંથી સળિયા બહાર ડોકાઈ રહ્યા હોય અને ૭૫ વર્ષ પહેલા સ્થપાયેલી આ સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના બીછાને પડી હોય તેવી સિવિલ હોસ્પિટલની હાલત જોવા મળી રહી છે.


દર્દીઓના સગાઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે


હોસ્પિટલોની દીવાલોમાંથી વૃક્ષો બહાર નીકળ્યા હોય અને વૃક્ષો હોસ્પિટલની દીવાલોમાંથી ધટાટોપ થઈ ગયા છે ત્યારે હોસ્પિટલની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. સ્થાનિકો અને દર્દીના સગાઓ આ હોસ્પિટલના ડોક્ટરોની પ્રશંસા કરી રહ્યા છે. ખૂબ સારી કામગીરી છે પણ પરંતુ હોસ્પિટલને હાલત અત્યંત બીમાર છે. ત્યારે 52 ગામડાઓમાંથી એકમાત્ર આશીર્વાદરૂપ ગણાતી આ લાઠીની સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના બીજાને પડી હોય તેઓ દર્દીઓના સગાઓ આક્રોશ સાથે જણાવી રહ્યા છે.


આ હોસ્પિટલની મરામત થાય તેવી માંગ 


લાઠી ગામમાં ડોક્ટરોને સ્ટાફની સુવિધાઓ સગવડતાઓ સિવિલ હોસ્પિટલ લાઠીમાં સારી છે પરંતુ કરમની કઠણાઈ છે કે એક પણ નિષ્ણાંત તબીબો આ હોસ્પિટલમાં ન હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકી પડતી હોય જ્યારે સાધન સામગ્રી સંપૂર્ણ છે પરંતુ ડોક્ટરો વિના લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. સ્થાનિક અગ્રણીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકાર માંદગીના બીજાને પડેલી આ હોસ્પિટલની મરામત થાય તેવી માંગ કરી રહ્યા છે.


ડોક્ટરોના બેસવાના રૂમ પણ ખંઢેર જેવા બન્યા


1945 માં સ્થપાયેલી આ લાઠીની સરકારી હોસ્પિટલ અતિ ર્જજરીત હોય ડોક્ટરોના બેસવાના રૂમ પણ ખંઢેર જેવા બન્યા છે છતાં ડોકટરો દર્દીઓની સારવાર કરવા બેસતા હોય છે. દર્દીઓ સ્લેબ માંથી નીકળતા સળિયાઓને પોપડા પડવાની બીકથી થરથરી રહ્યા છે અને રોજની 300 આસપાસની ઓ.પી.ડી. ધરાવતી હોસ્પિટલ ખુદ માંદગીના બીજાને પડી છે. તો બીજી તરફ હોસ્પિટલ અધિક્ષક દ્વારા જર્જરિત હોસ્પિટલ અંગે ઉપર લેવલે રજૂઆત કરી હોવાની વાત સામે આવી છે.


એક તરફ ડબલ એન્જિનની ગણાતી આ કેન્દ્ર અને રાજ્યની સરકાર લાઠી પ્રત્યે ઓરમાયું વર્તન ધરાવતી હોય તેવું લાઠી સિવિલ હોસ્પિટલની હાલત જોતા લાગી રહ્યું છે. ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો જનક તળાવિયા પણ ખુદ લાઠીના હોય પરંતુ લાઠી હોસ્પિટલની આજ દિન સુધી મુલાકાત લીધી નથી કે સરકારમાં પણ ક્યારેય રજૂઆત કરી ન હોય ત્યારે લાઠીની પ્રજા ધારાસભ્યની નીરસતા સામે આશાની મીટ માંડીને બેઠી છે.