દ્વારકાના સલાયામાં તાજીયા નિકાળવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ધિંગાણુ થયુ. રાત્રી દરમિયાન આ ઘટના બની છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કરી પીસીઆર વાન ઊંધી વાળી દીધી હતી. સ્થાનિકોએ કરેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને પણ માથાના ભાગે ઈજા પહોંચી છે.

Continues below advertisement

પોલીસે ટોળાને કાબૂમાં લેવાયા 3 જેટલા ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. સ્થિતિ વણસી જતા જિલ્લા ભરની પોલીસની ટીમ સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Continues below advertisement