રાજ્યમાં આજથી તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં ક્લાસરૂપ શિક્ષણ શરૂ થયું છે. સરકારે જાહેર કરેલી એસઓપી અને ગાઈડલાઈન મુજબ સ્કૂલોમાં રમત-ગમત, સાંસ્કૃતિ કાર્યક્રમો અને સમૂહ પ્રાર્થના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યું છે.. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરાયા બાદ ધોરણ નવથી 11ની સ્કૂલ ઓફલાઈન શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે આજથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થશે.

Continues below advertisement

સ્કૂલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરાયેલ શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમિત બાદ જ બોલાવવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં બાળકો એકઠા ન થાય અને આવતા જતા સમયે એક સાથે ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

સ્કૂલમાં રોજિંદી સમૂહ પ્રાર્થના તેમજ રમત ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે. એટલુ જ નહી ક્લાસરૂમમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને સોશલ ડિસ્ટસિંગ સાથે બેસાડવાના રહેશે.

Continues below advertisement