Surendranagar :સુરેંદ્રનગરમાં NA જમીન કૌભાંડમાં તત્કાલિક કલેક્ટર અને નાયબ મામલતદારની ધરપકડ બાદ હવે  તેમના ક્લાર્ક અને પ્યૂની ધરપકડ કરાઇ છે.  1500 કરોડના જમીન કૌભાંડ મામલે 3 લોકોને ઈડીનું તેડું આવ્યું હતું. જેમાં સસ્પેન્ડેડ IAS રાજેંદ્ર પટેલના પીએ જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને વકીલ ચેતન કણઝરીયાને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં હતા. ડિસેમ્બરમાં ઈડીએ રાજેંદ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.જે બાદ કૌભાંડ સામે આવતા બંનેની ધરપકડ કરી હતી.કલેક્ટર કચેરીના ક્લાર્ક સંજય અને પ્યૂન નીતિન ધરપકડ કરાઇ છે. નોંધનિય છે કે,. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

Continues below advertisement

ઉલ્લેખનિય છે કે, ઈડીને મળેલા ડિજિટલ ડિવાઇસમાંથી જે શીટ્સ મળી છે એમાંથી કેવી રીતે જમીન હેતુફેરનું આખું સ્કેમ આચરવામાં આવતું હતું એનો ખુલાસો થયો હતો, જે 10 કરોડનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચંદ્રસિંહ મોરીના ઘરેથી અમુક શીટ્સ પણ મળી હતી, જેમાં 1થી 68 નંબર સુધી અરજદારોનો હસ્ત લિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડ હતો. એમાં અરજદારનું નામ, લાંચની માગેલી અને મળેલી રકમ, દલાલોની સંડોવણી તથા અધિકારીઓ વચ્ચે લાંચની વગેરે માહિતી મળી હતી. આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. લાંચ સિસ્ટેમેટિકલી માગીને કલેક્ટ કરવામાં આવતી અને અરજીના જલદી નિકાલ સ્પીડ મની દ્વારા લાંચ લેતા હતા. જમીનની સ્કવેરમીટરદીઠ લાંચની રકમ નક્કી કરી  હતી. 

સુરેન્દ્રનગરમાં બિનખેતી (NA - Non-Agricultural) જમીન રૂપાંતરણમાં આશરે 1500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ED ના ઇનપુટના આધારે ACB એ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક (Illegal Network) ચાલી રહ્યું હતું.                                                                      

Continues below advertisement