બનાસકાંઠા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા થરાદ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદના ભારતમાલા બ્રિજ ખાતેથી ભારતમાલા પ્રોજેક્ટનું નિરીક્ષણકર્યું છે.અમૃતસરથી જામનગર ઇકોનોમિક કોરિડોરના ભારતમાલા પ્રોજેક્ટના ચાલી રહેલ કામનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી સાથે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સાથે અનેક અધિકારીઓ ઉપસ્થિત હતા. આજે સીએમ થરાદમાં વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતમાલા પ્રોજેક્ટ નિરીક્ષણ કર્યા બાદ ખેંગારપુર પહોંચ્યા હતા. ખેંગારપુરામાં ચાલી રહેલા પાણી પુરવઠા યોજનાની મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. પાણી પુરવઠાની સિપુજુથ સુધારણા યોજનાના 241.35 કરોડના કામોની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ભાજપના મહામંત્રી રજની પટેલ સહિત પાણી પુરવઠાના અધિકારી આ પ્રસંગે સીએમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.


મુખ્યમંત્રીનો બનાસકાંઠા પ્રવાસ કાર્યક્રમ


થરાદ:
૧૦:૧૦ કલાક - ભારતમાલા પ્રોજેક્ટ નું નિરીક્ષણ
૧૦:૪૫ કલાક - પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ, ખેંગારપુરા
૧૧:૪૫ કલાક - અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક, એ.પી.એમ.સી.
૧:૫૦ કલાક - પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ, મહાજનપુરા


ધાનેરા:
૨:૩૦ કલાક - બીજેપી કાર્યકર્તાઓ સાથે મીટીંગ


કાકર:
૪:૨૫ કલાક - છાત્રાલય અને વસાહતનું લોકાર્પણ
૫:૦૦ કલાક - જાહેર કાર્યક્રમ


જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”


AHMEDABAD : હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યાના એક દિવસ બાદ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલે આ પગલું એટલા માટે લીધું કારણ કે તેને ડર હતો કે તેની સામે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં તેને જેલમાં જવું પડશે. ઠાકોરે એવો પણ દાવો કર્યો હતો કે પટેલ સત્તારૂઢ ભાજપમાં જોડાઈ શકે છે. અમદાવાદમાં હાર્દિક પટેલની   પ્રેસ કોન્ફરન્સ યોજીને તરત જ જગદીશ ઠાકોરે આ દાવા કર્યા હતા. હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે પાર્ટીના રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેને કોઈ અર્થપૂર્ણ કામ આપવામાં આવ્યું નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પક્ષ પાસે કોઈ વિઝન નથી અને તેનું રાજ્ય એકમ "જાતિ આધારિત રાજકારણ"માં વ્યસ્ત છે.