મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે CNG સહભાગી યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 164 નવા સીએનજી સ્ટેશન કાર્યરત કરવાના લેટર ઓફ ઇન્ટેટનો ઇ-વિતરણ સમારોહ યોજાયો હતો. છેલ્લા બે વર્ષ દરમિયાન 384 નવા સીએનજી સ્ટેશનો ઉભા થઇ ગયા છે હવે રાજ્યમાં વાહનચાલકોને સરળતાથી સીએનજી મળી રહેશે.
ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના પડકાર સામે ઝીરો-ટોલરન્સ નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 23 વર્ષ દરમિયાન 542 સીએનજી સ્ટેશનો કાર્યરત થયા છે પરંતુ પાછલા બે વર્ષ દરમિયાન નવા 384 સીએનજી સ્ટેશનો ઉભા થયા છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં તબક્કાવર 900 જેટલા CNG સ્ટેશનો કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.