પોરબંદર: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર મોટી દુર્ઘટના બની છે. એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણ લોકોના મોત થયા છે. હાલ તો પોરબંદર જિલ્લા કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે. કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.  કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાની માહિતી સામે આવી છે. 


ફાયર વિભાગ અને પોલીસની ટીમો પણ એરપોર્ટ પહોંચી છે. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.  અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે.






હેલિકોપ્ટર ક્રેશ થતા વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે. ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી છે.  હાલ તો ઘટના સ્થળે પોલીસ પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.  


હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત


કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો અનુસાર હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા તે ક્રેશ થયુ હોઇ શકે. આ સાથે જ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની માહિતી સામે આવી રહી છે.  પ્રાથમિક વિગતો અનુસાર હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા તે ક્રેશ થયુ હોઇ શકે છે. 


જિલ્લા કલેક્ટર દ્વારા ત્રણ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. તાલિમ દરમિયાન આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું માનવામાં આવે છે. મૃતકોને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.  


હાલ તો FSL ની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોય તેના કારણે જ ક્રેશ થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. એરપોર્ટની અંદર એજન્સીઓ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સળગી ગયું હતું. 


Gujarat Cold: કાતિલ ઠંડી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી