Continues below advertisement

Gujarat Weather: રાજ્યમાં ઘીરે ઘીરે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. ગત રાતથી રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન ગગડતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો. હવામાન વિભાગે આગામી સાત દિવસ ઠંડીનો પ્રકોપ વધવાની ચેતવણી આપી છે. રાજ્યના 7 શહેરમાં નવેમ્બર મહિનામાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. અમરેલી અને વડોદરામાં 15 વર્ષ કરતા નવેમ્બરમાં સૌથી વધુ ઠંડી અનુભવાઇ છે. અમરેલીમાં 11 જ્યારે વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ..10.8 ડિગ્રી સાથે નલિયા અને દાહોદ ઠંડા ગાર રહ્યાં.હજુ સાત દિવસ ઠંડીનું રહેશે જોર રહેશે.

ગઇકાલે નલિયામાં સૌથી ઓછું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં નોંધાયું 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 12.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું, અમરેલીમાં 11.6 ડિગ્રી, અને વડોદરામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું

Continues below advertisement

તો બીજી તરફ રાજકોટમાં બેવડી ઋતુના કારણે એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 23 ટકાનો વધારો થયો છે. .સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીના કારણે શરદી અને ઉધરસના કેસ વધ્યા..સવારે ઠંડીનું જોર વધતા શાળાનો સમય મોડો કરવા વાલીઓની માગ કરી રહ્યાં છે.

માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી

રાજસ્થાનના હિલ સ્ટેન્શન માઉન્ટ આબુમાં ઠંડીનું જોર વધ્યું છે...છેલ્લા ત્રણેક દિવસથી ઉત્તર ભારત બાજુથી આવતા ઠંડા પવનના કારણે આબુમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે..જેમાં ગુરુશિખર પર તાપમાન માઈનસ બે ડિગ્રી પર પહોંચી ગયું છે...જેની સીધી અસર જનજીવન પર પહોંચી છે..વાહનોના કાચ પર અને પોલોગ્રાઉન્ડમાં બરફની ચાદર જોવા મળી છે...ઠંડીના કારણે વાહનોને ક્યારેક ધક્કા મારીને ચાલુ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

અન્ય રાજ્યોની વાત કરીઓ તો હવામાન વિભાગ મંગળવારથી બિહારમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થવાની આગાહી કરે છે અને સવારે ઠંડીનું મોજું ફરી શકે છે. સીમાંચલ પ્રદેશના પટના, ભોજપુર, સિવાન, ગયા, મધુબની અને પૂર્ણિયા સહિત અનેક જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ થશે.

પર્વતોમાં હિમવર્ષા

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઠંડા પવનો સાથે ભારે હિમવર્ષાની આગાહી કરી છે. 18 નવેમ્બરથી તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

મંગળવારથી ઉત્તર પ્રદેશમાં પણ શીત લહેર આવવાની સંભાવના છે. કાનપુર, બારાબંકી, ઇટાવા, લખનૌ અને પ્રયાગરાજમાં સવારે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. લખનૌના અમૌસીમાં પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર, આજે પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હળવા ધુમ્મસ જોવા મળશે. જોકે, દિવસ જેમ જેમ આગળ વધશે તેમ હવામાન સામાન્ય થઈ જશે. ઉપરાંત વારાણસી, મિર્ઝાપુર, સોનભદ્ર, પીલીભીત, આઝમગઢ, રામપુર, બરેલી, શામલી, સહારનપુર, મથુરા, મેરઠ, આગ્રા, કન્નૌજ, ઇટાવા, મૈનાપુર, મૈનાપુર, મૈનપુર, કનૌજમાં પણ ગાઝ ધૂમ્મસ સાથે કોલ્ડવેવની ચેતવણી અપાઇ છે.