ગાંધીનગરઃઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.


નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. અમદાવાદમાં 7.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.  ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.


અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6  ડિગ્રીએ પહોંચતા એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.આ પહેલા ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ તો 2016માં 25 જાન્યુઆરીના રોજ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.આજે અને આવતીકાલે પણ શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીને આસપાસ રહેશે. 19 જાન્યુઆરીથી 3થી ચાર દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે.


બીજી તરફ જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દ્રાસમાં પારો માઈનસ 26 તો ગુલમર્ગમાં પણ તાપમાન માઈનસ 12 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં 22થી 24 જાન્યુઆરી વચ્ચે ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. હિમવર્ષાના કારણે કુપવાડામાં રસ્તાઓ બંધ કરાયા હતા. તો ચોકીબલ-કેરન રોડ પર બરફને હટાવવાની કામગીરી કરીને રસ્તો શરુ કરાયો હતો. કશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું અલર્ટ જાહેર કરાયું હતું કેટલાક વિસ્તારોમાં 48 કલાકમાં 3 વખત હિમસ્ખલન થયુ હતું. કેદારધામમાં બરફવર્ષાના કારણે ત્રણ ફૂટ સુધીના બરફના થર જામ્યા હતા.


California Shooting: અમેરિકામાં ફરી ખૂની ખેલ ખેલાયો, કેલિફોર્નિયામાં ગોળીબારમાં 6 મહિનાના બાળક સહિત 6 લોકોના મોત


Firing in California: સોમવારે વહેલી સવારે કેલિફોર્નિયામાં એક ઘરમાં બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 મહિનાનું બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ હુમલા અને મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી છે.


પોલીસે તેને લક્ષ્યાંકિત હુમલો ગણાવ્યો છે. હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સ કે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસનું કહેવું છે કે સોમવારે વહેલી સવારે 3:30 વાગ્યે કેલિફોર્નિયાના જોક્વિન વેલીમાં તુલારે સાન શહેરમાં બે વ્યક્તિઓએ એક ઘર પર હુમલો કર્યો અને અનેક ગોળીબાર કર્યો.


પોલીસ આવી ત્યાં સુધીમાં તોફાનીઓ ફરાર થઈ ગયા હતા


પોલીસના જણાવ્યા અનુસાર, સવારે તેને પાડોશીનો ફોન આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ 7 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો અને લાશ પડી હતી. પોલીસે કહ્યું કે, અમને છ મૃતદેહ મળ્યા છે. અકસ્માત ખૂબ જ દુઃખદ છે. અમને સ્થળ પરથી 6 મહિનાના બાળક અને તેની 17 વર્ષની માતાના મૃતદેહ પણ મળ્યા છે. બંનેને માથામાં ગોળી વાગી હતી