અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી ઠંડીના ચમકારામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગરમી આકરો જણાય છે. દિવસે તો ઠીક રાત્રે પણ ઓછી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, મંગળવારથી આગામી ચાર દિવસમાં ઠંડી ઘટી શકે છે. ધીમે ધીમે ઠંડીનો પારો વધતો જશે. તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો થશે.

હવામાન વિભાગે ઠંડીની આગાહી કરતાં જણાવ્યું હતું કે, આજે માવઠાની અને ઠંડી વધી શકે છે. મહા માસના પ્રારંભમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી અને મહત્તમ તાપમાન વધીને 29.4 ડિગ્રી નોંધાયું હતું. પ્રગાઢ ઠંડીમાંથી મુક્ત થવાનો લોકોએ આનંદ માણ્યો હતો. ર્મોનિંગ વોકમાં જનારાની સંખ્યા પણ વધી હતી. દક્ષિણ રાજસ્થાન અને પાડોશી રાજ્યોના આકાશ પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.

સાયક્લોનિક સરક્યુલેશન અસરને કારણે 28 તારીખે રાજકોટ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હવામાન સુક્કું રહેશે. સૌથી વધુ ઠંડી નલિયામાં 10.2 ડિગ્રી નોંધાઈ હતી. આ સિવાય વડોદરા, સુરત, ભાવનગર, દીવ, મહુવા, કંડલા એરપોર્ટ પર મહત્તમાન તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું.