Monsoon Festival in Saputara: ગુજરાતમાં વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનુ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના ચોમાસાના માહોલને માણવા દૂર દૂરથી લોકો આવે છે. આ વર્ષે ગિરિમથક સાપુતરા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે. અલગ અલગ રાજ્યની ઝાંખી પણ આ ફેસ્ટિવલમાં યોજાશે. મોન્સૂન ફેસ્ટિવલનું ચાલું વર્ષે મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. આગામી એક મહિના સુધી આ ફેસ્ટિવલ ચાલશે.


ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાને અનોખી ઓળખ આપતા ગીરા અને ગિરમાળ વોટરફોલ, પંપા સરોવર અને શબરી ધામ, કળમ્બડુંગર, ડોન, અંજનકુંડ, પાંડવ ગુફા, માયાદેવી, તુલશિયાગઢ, મહાલ-કિલાદ અને દેવીનામાળ જેવી ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ, બોટાનીકલ ગાર્ડન અને નેશનલ પાર્ક જેવા આકર્ષણો પ્રવાસીઓને ડાંગ તરફ આકર્ષી રહ્યા છે. ત્યારે અહીં પ્રવાસન પ્રવૃતિઓના વિકાસ સાથે સ્થાનિક રોજગારી સર્જનને પણ રાજ્ય સરકારે નવી દિશા દેખાડી છે. 


હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના આ 7 ઐતિહાસિક સ્થળોએ યોજાશે કાર્યક્રમો
ગાંધીનગર:  કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ અભિયાન મારફતે નાગરિકો તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ ઉજવણીમાં સામેલ થશે. આ મહોત્સવમાં ગુજરાત પણ ભાગ લેશે. ગુજરાત સરકાર દ્વારા આ મહોત્સવની ઉજવણી માટે પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 


કાર્યક્રમના સૂચિત સ્થળો 


1. ઠક્કર બાપા, ભાવનગર
ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા. 


2. ડૉ. ઉષા મહેતા, સુરત
તેઓ ગાંધીવાદી હતાં અને સવિનય કાનૂન ભંગ ચળવળ અને ભારત છોડો આંદોલનમાં સહભાગી રહ્યા હતાં. સ્વતંત્રતા માટે ઘણી વખત તેઓ જેલમાં પણ રહ્યા હતાં. 


3. ઐતિહાસિક સ્થળો, અમદાવાદ
અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. 


4. કિર્તી મંદિર, પોરબંદર
ગાંધીજીનું  આ પૈતૃક ઘર છે જ્યાં તેમનો જન્મ થયો હતો. અહીં ગાંધીજીના જીવન અંગે જણાવવા માટે સ્મારકનું નિર્માણ કરવામા આવ્યું છે. 


5. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા)
ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી શ્રી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે. 


6. દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી
દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે. 


7. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ
શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.