ગીર સોમનાથ:  ગીર સોમનાથના વેરાવળમાં 54 લાખના 84 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરો હેરાન પરેશાન કરતા હોવાના આરોપ સાથે ભાજપના આગેવાન સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી છે. ગીર સોમનાથના વેરાવળમાં રહેતા અને કન્ટ્રકશનનો બાંધકામનો ધંધો કરતા પિયુષ જોબનપુત્રાને બાંધકામના ધંધા માટે પૈસાની જરૂરિયાત ઉભી થતા વ્યાજે પૈસા લીધા હતા. આ કેસમાં ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાઈ છે.


15 લાખ રૂપિયા 5% વ્યાજે લીધા


પિયુષ જોબનપુત્રાનો આરોપ છે કે જગદિશ સુયાણી પાસેથી 15 લાખ રૂપિયા 5% વ્યાજે લીધા હતા. કિશનભાઇ લોઢારી પાસેથી 5 લાખ રૂપિયા 4 ટકાને વ્યાજે લીધેલ અને અરવિંદ હરસુખ રાણીંગા પાસેથી 34 લાખ 50 હજાર રૂપિયા 10 ટકાને વ્યાજે લીધેલ હોય અને તેની સીકયુરીટી પેટે સહી કરેલા કોરા ચેકો આપેલા હતા. જો કે તેમનો દાવો છે કે તેમને લીધેલા રૂપિયા વ્યાજ સહિત પરત કર્યા હોવા છતાં સીક્યુરીટી પેટે આપેલ ચેકોમાં મોટી રકમ ભરી બેન્કમાંથી ચેક રીટર્ન કરાવી વેરાવળ કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવવાની ધમકીઓ આપી હતી.


પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે


લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ  IPC 348, 114 તેમજ   કલમ 5,40,42 મુજબ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વ્યાજખોરી કરનારા આરોપીઓ પૈકી અરવિંદ હરસુખ રાણીંગા ભાજપનો આગેવાન હોવાનું અને ભાજપના આર્થિક સેલના કન્વીનર હોવાનું જાણવા મળ્યું છે. 


પાટણમાં આખલાએ ઘરમાં ઘુસી મહિલા પર કર્યો હુમલો


પાટણ: સરકાર ભલે રખડતા ઢોર અંગે મોટા મોટા દાવોઓ કરે પરંતુ હજુ પણ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. હવે રાધનપુરમાં રખડતા ઢોરના કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. રાધનપુરમાં આંખલાની અડફેટે આવતા એક વૃદ્ધાનું મોત થયું છે. આંખલાએ વૃદ્ધા પર હુમલો કરતા તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલેથી ઘરેથી ફરી ઘરે લાવ્યા હતા જે દરમિયાન તેમનું મોત નીપજ્યું. મૃતક અંગે સામે આવેલી વિગચો અનુસાર કુંભાર વાસમાં રહેતા વૃદ્ધા રૂપાબેન પ્રજાપતિને ઘરમાં ઘુસીને આંખાલાએ ઘાયલ કર્યા હતા. જે બાદ રુપાબેનને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને 17થી વધુ ટાંકા આવ્યા હતા. 3 ફેબ્રુઆરીના રોજ આંખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા જે બાદ આજે તેમનું મોત નિપજ્યું હતું.