દાહોદ: ઝાલોદમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ટ્યુશન કલાસીસના સંચાલકે યુવતીનો અશ્લિલ વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ટયુશન કલાસના સંચાલક અને લંપટ શિક્ષક નૈનેષ ડામોર સામે વધુ એક છેડતીની ફરિયાદ થતા સમગ્ર વિસ્તારમાં શિક્ષક સામે રોષ જોવા મળી રહ્યો છે. નૈનેષ ડામોરે વધુ એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 7 જાન્યુઆરીએ સવારે ટયુશન કલાસીસમાં હતી ત્યારે લંપટ શિક્ષક નૈનેષ ડામોરે હાથ પકડી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. પોલીસે લંપટ શિક્ષક નૈનેષ ડામોર સામે વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.  હાલ લંપટ શિક્ષક જેલના સળીયા પાછળ છે.


આ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સ્વામીએ બાળક પાસે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની માગ કરતા ખળભળાટ


ભાવનગર: ગારીયાધાર સ્વામિનારાયણ ગુરૂકુળમાં મોટો વિવાદ સામે આવ્યો છે. જ્યાં સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યની માગ બદલ ફરિયાદ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બે સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ભક્તોમાં પણ સોપો પડી ગયો છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સ્વામીએ ગુરુકુળના સ્નાનઘાટમાં નાહવા માટે તરુણો પાસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરી હતી. જે બાદ આ તરુણોએ તેમના વાલીને જાણ કરતાં સ્વામીને ઠપકો આપવા ગયા હતા. જે બાદ સ્વામી લાજવાને બદલે ગાજ્યા હતા અને ઉશ્કેરાઈને વાલીને માર માર્યો હતો. હવે આ અંગે ગારીયાધાર પોલીસ મથકમાં કોઠારી સ્વામી તેમજ એક અજાણ્યા સ્વામી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે ગુરુકુળમાં વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ સમગ્ર મામલો આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.


રસ્તામાં અભાવે સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિલોમીટર ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચી


Arvalli : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના અણદાપૂર ગામનો એક વિડીયો સામે આવ્યો છે.  આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક સગર્ભા મહિલા દુખાવો હોવા છતાં ચાલી રહી છે અને તેની સાથે બે બહેનો પણ છે. આ ઘટના  અણદાપૂર ગામની છે, જ્યાં રસ્તામાં અભાવે સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિલોમીટર ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી. 


આ સગર્ભા મહિલાને વહેલી સવારે 4 વાગ્યે પ્રસવપીડા શરૂ થતા દોડાદોડી થઇ હતી અને તાબડતોબ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જો કે ગામમાં પહોંચવા રસ્તો ન હોઈ એમ્બ્યુલન્સ દોઢ કિમી દૂર ઉભી રહી અને  108 એમ્બ્યુલન્સ આ સગર્ભા મહિલા સુધી પહોંચી શકી ન હતી, જેના કારણે આ સગર્ભા મહિલાએ પ્રસવપીડા સાથે એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડ્યું હતું. ગ્રામજનોના સહકારથી દર્દમાં કણસતી મહિલાને આખરે હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.,