અમરેલી: અમરેલી જિલ્લામાં આગણવાડી કેન્દ્રો ઉપર આપવામાં આવત ચણા, તુવેરદાળ, તેલ સહિતની ખાદ્ય સામગ્રી લાભાર્થીઓને સમયસર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઈને રિયાલીટી ચેક કરવામાં આવતા ચોંકાવનારી હકિકતો સામે આવી છે.




સૌ પ્રથમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સાકરપરા ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્રમાં તપાસ કરવામાં આવી હતી. અહીં આંગણવાડી કેન્દ્રના સંચાલક દ્વારા ગામની સગર્ભા માતાને દર મહિને તેલ, તુવેરદાળ, ચણા સહિતની ખાદ્ય સામગ્રી આપવામાં આવતી હોય છે. આ ગામની લાભાર્થી મહિલાઓના  જણાવ્યા અનુસાર, પોણા બે વર્ષથી ખાદ્ય સામગ્રી સમયસર મળતી નથી. એકવાર તેવુરદાળ જાન્યુઆરી મહિનામાં મળી હતી. તેલ, ચણા ત્રણ મહિને એકવાર મળે છે એકવાર તેલ મળે તો બીજી વાર ચણા મળે છે.


સાકરપરા આંગણવાડી કેન્દ્ર સંચાલક છે તે જિલ્લા આંગણવાડી વર્કરના પ્રમુખ છે. એમ એમ વાય સ્ટોક નિયમિત ન મળતા આંગણવાડી કેન્દ્ર ઉપર મોટી અસર પડે છે. એમ એમ વાયનો સ્ટોક બે મહિને ચાર મહિને આપવામાં આવે છે એ પણ એક સાથે સ્ટોક મળતો નથી. આંગણવાડી કેન્દ્ર ઉપર તેલ, તુવેર,ચણા ફાળવવામાં આવે છે તે એક સાથે આપવામાં આવતા નથી. બે મહિને તેલ આપવામાં આવે તો બીજા બે મહિને ચણા આપવામાં આવે છે અને તુવેરદાળ તો છેલ્લા છ મહિનાથી કેન્દ્રને આપવામાં આવી જ નથી. ત્યારે આંગણવાડી કેન્દ્ર ઉપર ફોર ટી ફાઈ આટો શરૂ કરવામાં આવ્યો છે. ફોર ટી ફાઇ આટો આવતો નથી તે માટે બીજા કેન્દ્ર ઉપર ફોર ટી ફાઇ આટો લેવા જવું પડે છે. આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને જમવા માટે ચોખા તેલ આપવામાં આવે છે. તુવેરદાળ આપવામાં આવતી નથી. માત્ર આંગણવાડી હેઠળ આવતા લાભાર્થીઓ માટે તેલ, ચણા, તુવેરદાળ આપવામાં આવે છે તે પણ નિયમિત નથી મળી રહ્યાંનો વસવસો આંગણવાડી સંચાલક કરી રહ્યા છે.




આંગણવાડી કેન્દ્રો ઉપર તેલ, ચણા, તુવેરદાળ સહિતનો ખાદ્ય સામગ્રીનો જથ્થો સમયસર મળતો નથી તેના કારણે આંગણવાડી કેન્દ્રો ઉપર અસર પડે છે. સાવરકુંડલા તાલુકાની મોટાભાગની આંગણવાડી કેન્દ્ર ઉપર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એબીપી અસ્મિતાની ટીમે આ બાબતે અધિકારીને સવાલ કરતા તેવો જણાવી રહ્યા છે તમામ આંગણવાડી કેન્દ્રને મળતો જથ્થો ઓનલાઈન ગાંધીનગરથી આવે છે જ્યારે મળવા પાત્ર જથ્થો આવે તુરંત મોકલાવી આપી છીએ.


આંગણવાડી કેન્દ્ર ઉપર છેલા ઘણા મહિનાથી તુવેરદાળ મળી નથી ત્યારે તુવેરદાળને લઈ અધિકારી જણાવી રહ્યા છે અગાઉ લાભાર્થીઓને ફેબ્રુઆરી માર્ચમાં તુવેરદાળનું વિતરણ કરવામાં આવેલ હતું. તુવેરદાળ એપ્રિલ મે જૂનની આવી ગઈ છે. ટૂંક સમયમાં રેશનીંગની દુકાન ઉપર પહોંચી જશે અને ત્યાંથી આંગણવાડી કેન્દ્ર ઉપર તમામ લાભાર્થીઓને તુવેરદાળ મળી રહેશે.