સાબરકાંઠા: હિંમતનગરમાં રામનવમીના રોજ થયેલ પથ્થર મારા અને આગજનીની ઘટના બાદ રાયોટિંગ અને ગુનાહીત ષડ્યંત્રની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 700થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. જેમા 3 અલગ અલગ ફરિયાદ નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે 39 શખ્સો સામે નામ જોગ અને 700થી વધુના ટોળા સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી નુકસાન પોહચાડવા અંગે ફરિયાદ નોંધી છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે હિંમતનગરના છાપરિયાના અશરફનગર કસ્બા, ઇમામવાડા અને વણઝારા વાસ ખાતે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.


હિંમતનગરમાં પરિસ્થિતિનાં કાબુમં લેવા માટે શહેરમાં 144 લાગુ કરવામાં આવી છે. આં અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે 144 લાગુ કરી છે. 13 એપ્રિલ સુધી શહેરમાં કલમ 144 લાગું કરવામાં આવી છે.


ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારામાં એકનું મોત


સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં ઠેર-ઠેર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આસ્થાના ઉત્સવ વચ્ચે રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ખંભાતમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારામાં એકનું મોત થયું છે. આ ઘટનાને લઈને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે.પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ પણ કરવામાં આવ્યું છે. 


ખંભાત  જૂથ  અથડામણમાં એક  આધેડનું મોત થયું છે.  હાલ મૃતકની ડેડ બોડી પેટલાદ સિવિલ હોસ્પિટલના પીએમ  રૂમમાં રાખવામાં આવી છે.   મૃતકની ઓળખ  બાકી છે.  ખંભાત  પોલીસ દ્વારા આધેડની  ઓળખ  કરી  આગળની કાર્યવાહી હાથ  ધરવામાં આવશે.  માથાના  ભાગે ગંભીર  ઈજાઓ પહોંચતા મોત થયાનું  અનુમાન છે. 


ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. ઘટાની ગંભીરતાને લઈ પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો હોત.  પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા.   રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે ઘર્ષણ  થયું હતું. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ખંભાત પોલીસ  ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો થતા તંગદિલી સર્જાઇ છે. ગંભીર ઘટનાને લઇને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ASP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ  પણ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં.