Gujarat assembly election 2022: ગોધરા ખાતેનાં પોલિટેક્નિક કોલેજ ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટ પેપર મતદાનમાં બીજેપી ઉમેદવારનાં સગા દ્વારા ગડબડી કર્યા આક્ષેપ સાથે કોંગ્રેસ હોદ્દેદાર દ્રારા હોબાળો કરવમાં આવ્યો અને  ફેર મતદાન કરવા ચૂંટણી અધિકારીને  રજુઆત કરવામાં આવી. જોકે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલાં તમામ આરોપો પાયા વિહોણા હોવાનું બીજેપી દ્વારા જણાવવા આવ્યું હતું.


 ગોધરા ગદુકપુર સ્થિત આવેલ પોલિટેક્નિક કોલેજ ખાતે વિધાનસભા ચુંટણી પ્રક્રિયામાં ફરજનાં ભાગરુપે રોકાનર કર્મચારીઓ દ્રારા પોસ્ટલ બેલેટ પેપર દ્રારા મતદાન કરવામાં આવ્યું. જેમાં 5 હજારથી પણ વધુ પોલીસ કર્મીઓએ પોતના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ. વહેલી સવારે મતદાન પ્રક્રીયા શરૂ થયા દરમિયાન બીજેપી ઉમેદવાર સીકે રાઉલજીનાં જમાઈ સહિત કાર્યકરો પોલિંગ બુથમાં પ્રવેશી પોસ્ટલ બેલેટ પેપર દ્વારા બીજેપી પક્ષ માટે મતદાન કરાવી રહ્યા હોવાના ગંભીર આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા.


સમગ્ર ઘટનાનો વિડિયો તેમની પાસે હોવાનો દાવો કરવામાં આવ્યો. સમગ્ર મામલાને લઈ મતદાન બુથની અંદર રકઝક જોવા મળી હતી. 126 ગોધરા વિધાનસભા મતદાર વિભાગ ચૂંટણી અધિકારી અને ગોધરા પ્રાંત અધિકારી દોડી આવ્યા હતા. જે બાદ ગોધરા બેઠક પરનાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રશ્મિતા બેન ચોહાણનાં પતિ અને ગુજરાત પ્રદેશ ડેલિકેટ દુષ્યંત ચોહાણ દ્વારા સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને રજુઆત કરવામાં આવી હતી અને જવાબદાર પ્રી સાઇડિંગ ઑફિસર ઇન્દ્રવદન પટેલ સહિત બીજેપી ઉમેદવારનાં જમાઇ જયેદ્ર સિહ સોલંકી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે પોસ્ટલ બેલેટ મતદાન ફરીથી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. 


જોકે સમગ્ર મામલે ચૂંટણી અઘિકારી અને sdm ગોધરા સામે કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. આ તરફ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આરોપ પાયા વિહોણા હોવાનું બીજેપીએ જણાવી કૉંગ્રેસ ગોધરા બેઠક પર પોતાની હાર ભારી ગયેલ હોવાથી આં પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનુ જણાવ્યું હતું.


નોંધનીય બાબત છે કોંગ્રેસ દ્વારા પોલિંગ બુથની અંદરનો જે વીડિયો રજુ કરવામાં આવ્યો છે તે વિડિયોમાં અક્ષેપિત વ્યક્તિ ચૂંટણી અધિકારી અને ગોધરા sdm દ્વારા પૂછવામાં આવતા તે પોતાને પોલિંગ એજેન્ટ બતાવી રહ્યો છે. જોકે તેની પાસે આઈ કાર્ડ માંગતાએ વ્યક્તિ મૌન સેવી લે છે. ગેરકાયદેસર રીતે પોલિંગ બૂથમાં પ્રવેશનાર વ્યક્તિ ગોધરા બેઠકનાં બીજેપી ઉમેદવાર સીકે રાઉલજીનાં જમાઈ જયેન્દ્રસિંહ સોલંકી હોવાનું કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.