Gujarat Assembly Election Result: બીજેપીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022મા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે, માધવસિંહ સોલંકીએ 149 બેઠકો જીતી હતી. તો બીજી તરફ કોંગ્રેસના 16 ઉમેદવારો પોતાની બેઠક જીતવામાં સફળ થયા છે.  પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ 16000 હાજર વધુ મતથી વિજેતા થયા છે. તેમણે બીજેપીના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને હરાવ્યા છે.

આઝાદી બાદ પ્રથમવાર આ બેઠક પર ભાજપની જીત

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. ભાજપે આ વખતે એવી બેઠકો પણ જીતી છે જ્યાં વર્ષોથી તેમને જીત મળી ન હતી. આવી જ એક બેઠક છે વ્યારા. આઝાદી બાદ પ્રથમવાર વ્યારા બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપની જીત થયા બાદ ઉમેદવારે પ્રતિક્રિયા આપી છે. ભાજપના ઉમેદવાર મોહન કોંકણીની જીત થતા કાર્યકરોમાં ખુશીની લહેર છે. ભાજપના ઉમેદવાર મોહન કોંકણીને 22 હજારથી વધુ મતે જીત મળી છે. 

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

નરેન્દ્ર મોદીની કાળી મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે: CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો. ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કમલમમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

શું કહ્યું સી.આર.પાટીલે