Local Body Election Result 2025 :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. કોડીનારમાં કૉંગ્રેસની ભૂંડી હાર થઈ છે. અહીં અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે.  

કોડીનાર નગરપાલિકામાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે.  અનેક ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી છે. કોંગ્રેસ  એક પણ બેઠક જીતી ન શકી. કોડિનાર નગરપાલિકામાં કૉંગ્રેસની ખરાબ રીતે હાર થઈ છે.  

તમામ 28 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો

કોડીનાર નગર પાલિકા તમામ 28 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.  4 બેઠક અગાઉ બિન હરીફ ભાજપને મળી હતી જ્યારે આજે બાકીની 24 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.  છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન યથાવત રહ્યું છે.  કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે. 

ગીર સોમનાથ જિલ્લામાં ના કોડીનાર નગર પાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા જ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. માજી સાંસદ દિનુભાઈ સોલંકીના નેતૃત્વમાં ભાજપે 7 વોર્ડની 28 બેઠકો કબજે કરી લીધી હતી.  તમામ બેઠકો ભાજપે કબજે તો કરી પરંતુ કોંગ્રેસના  અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે.   

છેલ્લા ત્રણ દાયકાથી કોડીનાર પાલિકામાં દીનુભાઈ સોલંકીના નેતૃત્વમાં ભાજપનો કબજો છે.  વધુ એક વખત કોડીનાર નગરપાલિકામાં કોંગ્રેસને  ભૂંડી રીતે હરાવી ભાજપ વન મેન આર્મી સાબિત થયું છે. 

પરિણામમાં BJPનો દબદબો

જરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. પરિણામમાં બીજેપીનો દબદબો જોવા મળ્યો છે. 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીનાં પરિણામમાં ભાજપે 62 પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસે એક સલાયા પાલિકા પર કબજો કર્યો છે, તો બે પાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કર્યો છે. 

5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.                                

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.  

Local Body Election: દ્વારકાની તમામ 28 બેઠક પર ભાજપની જીત, 68માંથી 31માં નગરપાલિકામાં વિજય