Vadodara: જ્યારથી પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે રહ્યું કે, ભાજપ પાર્ટી ગોટાળા કરી ચૂંટણીમાં લાભ લેવાની કોશિશમાં લાગ્યું છે.  ભાજપ એ સમય યાદ કરે કે જ્યારે આખા ભારત દેશમાં એક કે બે સીટ મળતી હતી. આ વખતે પણ અનેક આંદોલનો ચાલી રહયા છે જેને કારણે પરિવર્તન નક્કી છે. વિપુલ ચૌધરીની ધરપકડ મામલે કહ્યું કે, ચૂંટણી પહેલા ભય અને ડર ઉભો કરવામાં આવી રહ્યો છે. ઇડી, આઈટી સહિતની એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. ખોટા કેસ કરી ભય અને ડરની રાજનીતિ કરી રહ્યા છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા વેરાવળ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ યોજાઈ હતી. જેમાં અમિત ચાવડાથી લઈને અનેક કોંગી નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે આજે ચૂંટણીને લઈને અનેક જાહેરાતો પણ કરી હતી.

ગુજરાતમાં માછીમાર મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા  ચૂંટણીલક્ષી 14 મુદ્દાઓ જાહેર કરાયા છે. વેરાવળ ખાતે કોંગ્રેસે પ્રેસ યોજી માછીમાર મતદારોને આકર્ષવા 14 સંકલ્પ જાહેર કર્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ અને મતદારોને આકર્ષવા  અલગ અલગ પક્ષો દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા માછીમારો માટે 14 મુદાઓ જાહેર કરાયા છે.

ક્યાં ક્યાં મુદા ઓ જાહેર કરાયા

1 માછીમારો ને વાર્ષિક 30 હજાર સેલ ટેક્સ ડીઝલ2 નાની ફાયબર બોટ પીલાણા ને કેરોસીન ના બદલે પેટ્રોલ વાપરવાની મનજુરી વાર્ષિક 4 હજાર લીટર પેટ્રોલ તથા જૂની પેન્ડિગ સબસીડી ચુકવણી3 પાક જેલ માં.કેદ માછીમારો ને મુક્ત કરાવવા પ્રયાસો.ત્રણ લાખ નું પેકેજ અને જ્યા સુધી કેદ રહે ત્યાં સુધી રોજના 400 રૂપિયા સહાય4  2004  બન્ધ થયેલ સહકારી ધોરણે બોટ બાંધવાની ncdc ની સહાય યોજના શરૂ કરાવાશે

ગીર સોમનાથ અને પોરબનદરમા અનેક સીટો પર માછીમારો મતદારોનું પ્રભુત્વ છે જેને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા માછીમારોને આકર્ષવા કવાયત હાથ ધરાય છે. ભૂતકાળમા મોદીએ પણ માછીમારોને આકર્ષવા પ્રયાસો કર્યા હતા અને હવે મોદીની સ્ટાઇલમા કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપે વચન આપ્યા પરંતુ માછીમારોને સહાય કે મદદ ન કરી. અમારી સરકાર બનશે તો અમે અમલ કરશું જે બોલશું એ પાળીશું. કોંગ્રેસ પક્ષ દ્વારા વેરાવળ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ યોજાઈ જેમાં ગીરના 4 ધારાસભ્ય હાજર રહેવાના હતા. પરંતુ કોડીનાર અને તાલાલાના ધારસભ્ય ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા.