ભરૂચ: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતાની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હીરા જોટવાની.
સામે આવેલી માહિતી અનુસાર આજે વહેલી સવારે ભરૂચ પોલીસ ગીર સોમનાથ પહોંચી હતી. પોલીસ ગીર સોમનાથથી હીરા જોટવાને તપાસ અર્થે સાથે લઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડમાં જોટવાનું નામ ચર્ચામાં આવ્યું હતું. હવે પોલીસે મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતાની અટકાયત કરી છે.
કોણ છે હીરા જોટવા
1 જૂન, 1968ના રોજ જન્મેલા હીરા જોટવા કોંગ્રેસમાં વિવિધ પદો પર રહ્યા છે. હીરા જોટવાએ પોતાની 3 દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન કોંગ્રેસમાં વિવિધ પદ પર ફરજ બજાવી છે. જેમાં 1995 થી 2000 દરમિયાન વેરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ, 2002 થી 2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ, 2005 થી 2010 સુધી જૂનાગઢ બક્ષીપંચ વિભાગના પ્રમુખ, 2010 થી 2015 દરમિયાન જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, તેમજ 2015 થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યાં છે.
ચૈતર વસાવાએ લગાવ્યા હતા આરોપ
તમને જણાવી દઈએ કે, નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસ નેતા હીરા જોટવા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જે બાદ હીરા જોટવાની પ્રતિક્રિયાએ પણ આપી હતી.. તેમણે આ તમામ આરોપોને ફગાવી દીધાા હતા અને કહ્ હતુંયું કે, AAP પાર્ટી ભાજપની B ટીમ છે. બીજેરપી મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે મારું નામ જોડવામાં આવ્યું છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું.
નોંધનિય છે કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી મનરેગા કૌભાંડ હેઠળ 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો કે કૌભાંડમાં માત્ર બચુ ખાબડના દીકરાઓ જ નહીં, પણ ભાજપ-કોંગ્રેસનાં અનેક નેતાઓ સામેલ છે.
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ
દાહોદ મનરેગા કૌભાંડ રાજ્ય સરકારના મંત્રીના પુત્રની પહેલા જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ થતા રાજકારણ ગરમાયું હતું. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું હતું. જે બાદ આખરે મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી હચી. પોલીસે બળવંત ખાબડની ધરપકડ કરી હતી.
રાજ્ય સરકારના મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદમાં પોલીસે ધરપકડ કરી હતી. મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉં કરવાનો આરોપ મંત્રી પુત્ર પર લાગ્યો હતો. આ ઉપરાંત તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે, મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો કરાયા હતા મંજૂર. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી. સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી. રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજંસી મંત્રીના પુત્રોના નામે હતી. તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ દેવગઢ બારીયાથી ધારાસભ્ય છે.