ગાંધીનગરઃ હાર્દિક પટેલે કોગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોગ્રેસના કદાવર નેતા સ્વર્ગસ્થ અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાશે.


કેવલ જોષીયારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. મળતી જાણકારી અનુસાર, 24 મેના રોજ ભીલોડામાં ભાજપમાં પ્રવેશનો કાર્યક્રમ યોજાઇ શકે છે. ભિલોડા વિધાનસભા સહિત આદિવાસી પટ્ટીની બેઠકો પર પકડ મજબૂત કરવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. કેવલ જોષિયારા સાથે 500 કાર્યકરો ભાજપમાં જોડાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.


હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેનું બે વર્ષ જૂનું ટ્વિટ, જાણો શું લખ્યું હતું


Hardik Patel Resigns: લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.


હાર્દિકનું ટ્વિટ થયું વાયરલ


વાયરલ થયેલા ટ્વિટમાં હાર્દિક લખ્યું હતું. હાર-જીતના કારણે વેપારીઓ બદલાય છે, વિચારધારાના અનુયાયીઓ નહીં, હું લડીશ, જીતીશ અને મારા મૃત્યુ સુધી કોંગ્રેસમાં જ રહીશ." હાર્દિકે આ ટ્વિટ 2020માં યોજાયેલી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કર્યું હતું. આ પેટાચૂંટણીમાં તમામ આઠ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો પરાજય થયો હતો.





કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં, તેમણે કહ્યું- "મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં દરેક જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા પાડ્યા છે. બદલામાં, તેમણે પોતે જ રાજકીય વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ પ્રકારે વેચવા એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.