કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની પોલીસે કરી અટકાયત, જાણો વધુ વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2020 07:42 PM (IST)
પાટડી APMCમાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં ધારાસભ્ય નૌશાદ સોલંકી અને કૉંગ્રેસના કાર્યકરો પહોચ્યા હતા.
તસવીર ધારાસભ્ય નૌશાદ સોલંકી ટ્વિટર
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના પાટડીમાં સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત કૉંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. પાટડી APMCમાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં ધારાસભ્ય નૌશાદ સોલંકી અને કૉંગ્રેસના કાર્યકરો પહોચ્યા હતા. કૉંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ નોઁધાવ્યો હતો. તેમનો આરોપ છે કે સરકારી કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારોના નામ લખવામાં આવ્યા છે. વિરોધ કરી રહેલા કૉંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ધારાસભ્ય નૌશાદ સોલંકીની ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. નૌશાદ સોલંકી સહિત કૉંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ટ્વિટ કરતા લખ્યું, 'સરકારી કાર્યક્રમને ભાજપનો કાર્યક્રમ બનાવવાના વિરોધમાં અને કાળા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરતા પોલીસે બળપ્રયોગ કરી મારા સહિત કૉંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓએ મંચ પર જઈ કાળા ઝંડા લહેરાવ્યા, સુશાસન દિવસનો વિરોધ કર્યો.'