ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થયો હતો. મળતી જાણકારી અનુસાર, ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા હવે ગાંધીનગરમાં નહી પરંતુ અમદાવાદમાં પૂર્ણ થશે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યાત્રામાં જોડાશે નહી. યાત્રાને લોકોનું યોગ્ય સમર્થન ના મળતા રાષ્ટ્રીય નેતાઓએ આવવાનું ટાળ્યું હતું.






ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાને પીડિતો તો ઠીક પરંતુ કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારોનું પૂરતું સમર્થન ન મળતા હવે ન્યાય યાત્રાનું સમાપન ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થશે. 9મી ઓગસ્ટથી શરૂ કરાયેલીન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓ સામેલ થશે તેવી ચર્ચાઓ હતી. પરંતુ યાત્રામાં દમ ન હોવાની વાત હાઈકમાન્ડને ધ્યાને આવતા રાષ્ટ્રીય નેતાઓએ આવવાનું માંડી વાળ્યું છે.


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હવે ન્યાય યાત્રામાં જોડાશે નહીં. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસની યાત્રા ગાંધીનગર પહોંચશે તેવી રણનીતિ નક્કી કરાઈ હતી..પરંતુ યાત્રાનો ફિયાસ્કો થતા હવે તેને ગાંધીનગરના બદલે અમદાવાદમાં પૂર્ણ કરાશે. આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસ ભવનથી સાબરમતી સુધીની યાત્રામાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને મનીષ દોશી જોડાશે.


મોરબી બ્રિજ દૂર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસે ન્યાયયાત્રા કાઢી હતી. મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર પહોંચવાની હતી પરંતુ હવે અમદાવાદમાં તેનું સમાપન કરાશે. આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદ પહોંચી છે.  કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી હતી અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસે પોતાની સાથે એક ઘડો રાખ્યો હતો જેને કોંગ્રેસ ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે.                                                 


આ પણ વાંચોઃ


Gandhinagar: ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ, જાણો કેવી છે સજાની જોગવાઈ