(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: કૉંગ્રેસ દિવાળી પછી જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી
ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગને આડે બસ ગણતરીના જ દિવસ બાકી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગને આડે બસ ગણતરીના જ દિવસ બાકી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈ કૉંગ્રેસે કવાયત પણ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસ મંથન કરશે. 19 થી 21 ઓક્ટોબર સુધી સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે. બાદમાં સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાશે.
આ બેઠકમાં ઉમેદવારોના નામની યાદીને આખરી ઓપ અપાશે. દિવાળી બાદ કૉંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી જશે. કૉંગ્રેસ ગુજરાતમાં પાંચ યાત્રાઓ કાઢશે. અમદાવાદના સાબરમતી આશ્રમથી યાત્રાઓની શરૂઆત થશે.
ગુજરાતમાં AAPને કેટલી મળશે સીટ, કેજરીવાલે પોતે જ કર્યો ખુલાસો
ભાવનગરમાં આમ આદમી પાર્ટીના સી.એમ અરવિંદ કેજરીવાલ અને ભગત માનનું આગમન થયું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સતત ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ ભાવનગરના પ્રવાસે પહોંચ્યા છે. શહેરના ચિત્રા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધી હતી.
આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. આ તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે.આ ઉપરાંત અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.
વધુમાં દિલ્લીના સીએમએ કહ્યું કે, હજુ આપણ વધારે મહેનત કરવાની જરૂર છે. હજુ વધુ સીટ કવર કરવાની છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, જો ઓછા માર્જીનથી સરકાર બનશે તે ભાજપવાળા અમારી સરકાર તોડી નાખશે. તેથી 150 જેટલી બેઠક જીતાડવાની લોકોને અપીલ કરી હતી. નોંધનીય છે કે, ભાજપના ગઢમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10000થી 15000 લોકો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના બંને સીએમ ભાવનગરના પ્રવાસે પહોંચતા રાજનીતિ તેજ બની છે.