કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન અગાઉ હોર્સ ટ્રેડિંગના ડરના કારણે કોંગ્રેસે 'મિશન ઉમેદવાર બચાવો' અભિયાન શરૂ કર્યું છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન અગાઉ હોર્સ ટ્રેડિંગના ડરના કારણે કોંગ્રેસે 'મિશન ઉમેદવાર બચાવો' અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ વિવિધ મનપા, નપાના પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી.
કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા
ગાંધીનગરના કલોલમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસ પોતાના 15થી 20 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી. ભાજપે દાવો કર્યો હતો કે કલોલ નપામાં ચાર બેઠકો પર બિન હરીફ થયા છે. નડિયાદ મનપાના કોંગ્રેસના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ઉમેદવારોને ધમકાવતી રહી છે જેના કારણે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે રખાયા હતા. કોંગ્રેસ ઉમેદવાર સરોજ મેકવાન, કલ્પેશ પ્રજાપતિ,અસ્મિતા પ્રજાપતિ, છાયાબેન પ્રજાપતિ, દીપક વાઘેલા, રમેશ મકવાણા, રોબિન્સ મેકવાન, મનુભાઈ લોહાણા, ઉર્મિલા મેધા, કુસુમ મંગનાણી, જીગીનીશા કહાન, હિતેંદ્ર પરમાર, હિતેશ મકવાણા, દીનાબેન રાજપૂત, બિપિન પરમાર, કાંતા પરમાર, રજની દવે, શિલ્પા વાઘેલા, નયનાબેન સોઢા, કામિની કંસારા, રાજેશ વિઠ્ઠલપુરા, મીનાબેન ચૌહાણ, અમિત ચૌહાણ, અલ્પાબેન લખમાણી, જિતેંદ્રસિંહ રાજને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા.
મોરબીમાં પણ કૉંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
મોરબીમાં પણ કૉંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. મોરબી મનપાના 3 ઉમેદવારના અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. તાલુકા પંચાયતના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. માળિયા તાલુકા પંચાયતના 3 ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. કૉંગ્રેસ ઉમેદવારનો સંપર્ક કરી ભાજપ તોડવાના પ્રયાસ કરતું હોવાનો આરોપ લગાવ્યો હતો. કાલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ઉમેદવારને પરત બોલાવાશે. ભાજપ જોડતોડની રાજનીતિ કરતું હોવાનો કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ કહ્યું હતું કે કૉંગ્રેસ ડરી ગઈ હોય તેવું લાગે છે.
નવસારીમાં પણ કોંગ્રેસે 'મિશન ઉમેદવાર બચાવો' અભિયાન શરૂ કર્યું અને પોતાના 35 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. ફોર્મ પરત ન ખેંચે તેને લઈ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. નવસારી જિલ્લામાં કુલ 42 બેઠક બિનહરીફ થઈ છે. પોરબંદરમાં કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. પોરબંદરમાં મનપાના 32 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા.
રાજકોટમાં 20થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારને લઈ જવાયા હતા. ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે ભાજપ અમારા ઉમેદવારને તોડે નહીં તે માટે લઈ જવાયા હતા. બે દિવસ પહેલા ભાજપે ઉમેદવારનો સંપર્ક કર્યો હતો. ભાજપ પોલીસ-પ્રશાસનનો ઉપયોગ કરી રહી છે.





















