વલસાડ: સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક અડલા બદલી થઈ હોવાનો બાળકના પિતા અને દાદીએ આરોપ લગાવતા ચકચાર મચી જવા પામી છે. ડિલિવરી સમયે બાળકનો જન્મ થયો હોવાનું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું અને તે બાદ બાળકનું વજન ઓછું હોવાના કારણે કાચની પેટીમાં મુકવામાં આવ્યું હતું.




બાળકની સારવાર બાદ આજરોજ બાળકની જગ્યાએ બાળકી માતાને આપવામાં આવતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો.પિતા અને દાદીએ મીડિયા સમક્ષ કહ્યું કે, ડિલિવરી સમયે બાળક જ જન્મ્યું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળક નહીં પરંતુ બાળકી જન્મ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરિવારજનોએ કહ્યું કે બાળકી નહીં બાળક જ જન્મયું હતું અને તમામ બોર્ડ અને કાગળમાં બાળક જ જન્મ્યું હોવાનું કહ્યું હતું. હવે આ વિવાદને લઈને હોસ્પિટલમાં વાતાવરણ ગરમાયું છે.


પિતાની નજર સામે જ પુત્રીએ પુલ પરથી કુદી કર્યો આપઘાત


ખેડા: વિસ્તારમાં એક હ્યદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે.  અહીં પિતાની નજર સામેજ 21 વર્ષિય પરિણીત દિકરીએ પુલ પરથી ઝંપલાવ્યું છે. પતિના ત્રાસથી કંટાળી ઠાસરાના રાણીયા મહીસાગર નદીના પુલ પરથી ક્રિષ્ના ઉર્ફે લક્ષ્મી નામની દીકરીએ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પિતાને ફોન કરીને જણાવ્યું કે, ‘પપ્પા હું રાણીયા મહિસાગર નદીના પુલ પર ઉભી છુ, મને મારા પતિ ત્રાસ આપે છે, બીજા લગ્ન કરવાનું કહે છે જેથી હું નદીમાં પડી મરી જાવ છું', 




જે બાદ તાત્કાલિક દીકરીના પિતા અને અન્ય સંબંધી લોકો નદીના પુલ ઉપર પહોંચતા પુલની પાળી પર બેઠેલી પુત્રી સુધી પહોંચે ત્યાં સુધીમાં તો પિતાની નજર સામે જ પુત્રીએ નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં પાણી ન હોઈ ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જવા દરમ્યાન મોત નિપજ્યું હતું. સામે આવેલી વિગતો અનુસાર આ યુવતીના હજુ 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. આમ 3 માસના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે. પતિએ લગ્નના થોડા જ દિવસોમાં પોતાની પત્નીના કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાબતે ખોટો વ્હેમ રાખ્યો અને ત્રાસ આપતો હતો. પરિણિતાના પિતાએ જમાઈ કિર્તનસિંહ પરમાર સામે ડાકોર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.