નવસારી; સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા છે. ગુજરાતના ઘણાં એવા શહેરો અને જિલ્લા છે જ્યાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી પરંતુ આજે નવસારીમાં જિલ્લામાં કોરોનાને પગપેસરો કર્યો હતો.

દક્ષિણ ગુજરાતના નવસારીમાં કોરોના પોઝિટિવ કેસનો પગપેસરો થયો છે. નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે. નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષિય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલા નવસારીનો વ્યક્તિ સુરતના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવ્યો હતો.

નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષિય પુરુષને સુરતના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવતાં ચેપ લાગ્યો હતો. નવસારી જિલ્લામાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે નવા 93 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા1939 પર પહોંચી છે. આજે વધુ 4 લોકોના મોત થયા છે, આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 131 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.