શહેર | પોઝિટિવ કેસ | મોત | દર્દી સાજા થયા |
અમદાવાદ | 25 | 03 | 02 |
વડોદરા | 9 | 00 | 00 |
રાજકોટ | 10 | 00 | 00 |
ગાંધીનગર | 09 | 00 | 00 |
સુરત | 09 | 01 | 02 |
ભાવનગર | 06 | 02 | 00 |
કચ્છ | 01 | 00 | 00 |
ગીર-સોમનાથ | 02 | 00 | 00 |
મહેસાણા | 01 | 00 | 00 |
પોરબંદર | 01 | 00 | 00 |
કુલ આંકડો | 73 | 06 | 04 |
Corona Update: આરોગ્ય વિભાગ અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ ગુજરાતી જનતાને શું આપી મહત્વની સલાહ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2020 12:18 PM (IST)
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ લોકોને મહત્વની સલાહ આપી છે. ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે.
NEXT
PREV
અમદાવાદ: કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. આજે બે નવા કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં 1 લોકલ ટ્રાન્સમિશન છે અને ગાંધીનગર અને અમદાવાદની 32 વર્ષની મહિલા કેસ છે. બે વેન્ટિલેટર પર બાકી બધાં સ્ટેબલ છે અને 5 લોકોને રજા આપી દેવામાં આવી છે, ટોટલ ક્વોરેન્ટાઈન 18 હજાર લોકો છે. 741 લોકો સરકારી ક્વોરેન્ટાઈન પર છે. ટોટલ પાંચ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડિસ્ટાર્જ થયેલા લોકોમાં 3 લોકો 60 વર્ષથી ઉપરના છે.
આ સાથે જ અમદાવાદ અને સુરતની 21 વર્ષની મહિલાને ડિસ્ટાર્જ કરવામાં આવી છે. વિદેશથી આવેલા 32 કેસ, આંતરરાજ્યના 4 કેસો , 37 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટમાં ચિંતા સાથે કડક લોકડાઉનમાં કરવામાં આવ્યું છે. 24 કલાક માટે 4 નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે. હાઉસ ટુ હાઉસમાં સર્વેમાં ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. 6 કરોડ 50 લાખ લોકો સર્વેલન્સ થયો છે.
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ લોકોને મહત્વની સલાહ આપી છે કે, જો કોરોના વાયરસથી વધુ લોકોનાં મોત ન થાય એવું ઈચ્છતા હોવ તો લોકડાઉનનું કડક રીતે અમલ કરવા માટે કહ્યું છે. લોકડાઉનનું પાલન કરવા અને ઘરમાં વૃદ્ધ સભ્યોની સાર-સંભળા રાખવાની અપીલ કરી છે. જેથી આપણે કોરોના વાયરસને વધુ ફેલાવવાથી રોકી શકાશે. જેટલા પણ લોકો છે જેમને સામાન્ય બીમારીઓ છે. તે તમામ જ વડીલોને અને ઘરના સભ્યો છે તેમને વિનંતી છે કે, બિન ચેપી રોગોની દવાને બ્રેક ન કરવી જેથી તેમને કોરોના વાયરસનો ચેપ ન લાગે.
અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 25 કેસ પોઝીટીવ નોંધાયા છે. અમેરિકાથી આવેલા પુરૂષનો ગઈકાલે રિપોર્ટ પોઝીટવ આવ્યો હતો. રાજ્યમાં 33 કેસ લોકલ સંક્રમણના કારણે નોંધાયા છે. પોઝિટિવ કેસના 3થી 5 કિલોમીટરના તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -