ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે 455 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18609 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1155એ પહોંચ્યો છે.
રાજ્યમાં આજે નોંધાયેલ નવા કેસમાં અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, ભાવનગરમાં 2, બનાસકાંઠામાં 6, આણંદમાં 4, રાજકોટમાં 2, અરવલ્લીમાં 4, મહેસાણામાં 9, પંચમહાલમાં 3, ખેડા 4, સાબરકાંઠા 4, દાહોદ 4, નર્મદા 4, બોટાદ, જામનગર,ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 33 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-28, બોટાદ, કચ્છ, પાટણ અને વલસાડમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1155 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 220695 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213262 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7433 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 492 નવા કેસ, 33નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 18609
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2020 08:40 PM (IST)
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -