આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણા 12, ગાંધીનગર- 9, ભરુચ-9, જામનગર- 9, પાટણ 8, અરવલ્લી, 7, રાજકોટ 5, કચ્છ, જુનાગઢ 4, નર્મદા 4, વલસાડ-3, ભાવનગર-2, સાબરકાંઠા - 2, ખેડા-2, દાહોદ-2, સુરેન્દ્રનગર-2, બનાસકાંઠા-1, મહીસાગર-1, આણંદ-1, પંચમહાલ-1, છોટાઉદેપુર-1 અને નવસારીમાં 1 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 27 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1619 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18167 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6412 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 વેલ્ટીલેટર પર છે અને 6345 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,14, 301 ટેસ્ટ કરવામાં આવ્યા છે.