ભાવનગર: ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર છે જેને લઈને ગુજરતામાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે ત્યારે ગુરૂવારે ભાવનગરમાં કોરોના વાયરસના કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ વૃદ્ધના સંપર્કમાં આવેલા 3 મહિલા પોલીસ સહિત 14 પોલીસ જવાનોને હાલ ભાવનગ પોલીસે હોમ ક્વોરોન્ટાઇન કર્યા છે. જેને લઈને ભાવનગર સહિતના તમામ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. (પ્રતિકાત્મક તસવીર)




કોરોનાને લઈને કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા લોકડાઉનનો ચુસ્ત અમલ થાયે તે માટે તંત્ર એલર્ટ છે. ત્યારે કોરોના વાયરસનો પોઝિટિવ દર્દી ભાવનગરમાં સારવાર લઈ રહ્યું હતું જોકે ગુરુવારે તેનું મોત નિપજ્યું હતું જોકે આ વૃદ્ધના એક એ.એસ.આઈ સંપર્કમાં આવ્યા હતા જેને કારણે તેમના સહિત તેમના ત્રણ પોલીસ કર્મીઓને પણ તકેદારીના ભાગરૂપે હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.



આ ઉપરાંત 14 પોલીસ કર્મીઓને હોમ કોરોન્ટાઈન કરાયા છે. ભાવનગરની વિવિધ સોસયટીઓ પણ જાગૃત થઈ છે. કોરોના વાયરસને લઈને ભાવનગરના તમામ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે.