ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 850 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,41,845 પર પહોંચી છે.જ્યારે આજે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4282 પર પહોંચ્યો છે. જો કે, સારી વાત એ છે કે, આજે વધુ 920 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

રાજ્યમા સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 93.91 ટકા છે. જ્યારે અત્યાર સુધી કુલ 2,27,128 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 10435 એક્ટિવ કેસ છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 94,37,105 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 53,075 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આજે ક્યા કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ

અમદાવાદ કોર્પોરેશનમાં 175, સુરત કોર્પોરેશનમાં -133, વડોદરા કોર્પોરેશન - 56, રાજકોટ કોર્પોરેશન-132, સુરતમાં- 27, કચ્છમાં -25, મહેસાણામાં 28 અને અમરેલીમાં 41 દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરાયા હતા.