અંબાજી:યાત્રા ધામ અંબાજીમાં ગબ્બરને જોડતો ‘શક્તિપથ’ માર્ગ તૈયાર થશે. આ કોરિડોરના અમલીકરણ માટે લીલીઝંડી મળી ગઇ છે. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પીએમ મોદી સમક્ષ થઇ ચૂક્યું છે જેથી હવે આ પ્રોજેક્ટનું કામ ઓક્ટોબર માસથી શરૂ થશે અને 20217માં પૂર્ણ કરવાનો નિર્ધાર છે. આ કોરિડોર મંદિરથી ગબ્બરને જોડશે. આ માર્ગને શક્તિ પથ નામ આપવામાં આવ્યું છે. આ કોરિડોરના માધ્યમથી શ્રદ્ધાળુ વિશા યંત્રના દર્શન કરી મંદિર પ્રાંગણના ચાચરચોકમાંથી 2.5 કિમી રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે.
કોરિડોરની શું હશે વિશેષ ખાસિયત
આ કોરિડોર શક્તિપથ ગબ્બર, વિશા યંત્ર મંદિરને જોડશે. ઉલ્લેખનિય છે કે આ કોરિડોરના માધ્યમથી મંદિર પરિસરની કાયાકલ્પ થશે, ભાવિકોના સ્વાગત માટે અહીં વિશાળ અંબાજી ચોક બનાવવમાં આવશે. હાલ જે રોપવે સુવિધા છે તેને સતી સરોવર સુધી લંબાવવાની પણ યોજના છે. સિદ્ધપુરના પારંપારિક અને પૌરાણિક વાસ્તુકલા શૈલીથી પરિસરનો વિકાસ થશે, શક્તિ પથ ઉપર 120 મીટર પહોળું ગરબા મેદાન પણ બનશે. અહીં સ્થાનિક રોજગારી અને વેપારના વિકાસ માટે સ્ટ્રીટ માર્કેટ સહિત હાઇરાઇઝ શોપિંગ કોમ્પલેક્સનું પણ નિર્માણ થશે. આ શક્તિપથમાં મહાદેવ અને સતી માતાની મૂર્તિ તૈયાર કરવામાં આવશે. આ સાથે એમ્પિથિયેટર અને લાઈટ-સાઉન્ડ શોનું આકર્ષણ પણ ઉમેરવામાં આવશે.
સમગ્ર કોરિડોરનું કાર્ય ચાલુ વર્ષ ઓક્ટોબરથી શરૂ થશે. સૌ પ્રથમ ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે. જેમાં અડરપાસ-વે, પગપાળા ચાલતા લોકો માટે વોકવે,આ કોરિડોરના માધ્યમથી શ્રદ્ધાળુઓનો સમય બચશે. માત્ર 20 મિનિટમાં મુખ્ય મંદિર સુધી પહોંચી શકશે. કોરિડર ગબ્બર અરાઈવલ પ્લાઝા, ઈન્ફોરમેશન ડેસ્ક, ટૂરિસ્ટ ફેસિલિટી, EV સ્ટેશન્સ તૈયાર કરાશે.