અમરેલીઃ ભાયાવદરમાં કોરોના શંકાસ્પદ યુવકનું મોત, રિપોર્ટ આવવાનો બાકી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 May 2020 09:08 AM (IST)
અમરેલીના ભાયાવાદરના કોરોના શંકાસ્પદ યુવકનું મોત થયું છે. ગઈકાલે અમરેલી સિવિલ હોસ્પિટલમાં 22 વર્ષીય યુવકને દાખલ કરાયો હતો.
અમેરલીઃ ગુજરાતમાં અમરેલી જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે, જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે અમરેલીના ભાયાવાદરના કોરોના શંકાસ્પદ યુવકનું મોત થયું છે. ગઈકાલે અમરેલી સિવિલ હોસ્પિટલમાં 22 વર્ષીય યુવકને દાખલ કરાયો હતો. જોકે, હજુ રિપોર્ટ આવવાનો બાકી છે. આજે યુવકનો રિપોર્ટ આવશે. આરોગ્ય વિભાગ દ્વારા યુવકના મોતની પુષ્ટી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ, સાત જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે અમરેલીમાં કોરોના શંકાસ્પદ યુવકનું મોત થતાં સૌની નજર તેના રિપોર્ટ પર છે. કેમકે, અમરેલીમાં આજ દિવસ સુધી એક પણ કેસ નોંધાયો નથી.