Crime Updates ON Maulana: ગઇ 31મી જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની એટીએસે મુંબઇથી શુક્રવારે ધરપકડ કરી હતી, આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. હવે મુફ્તી મૌલાના સલમાન અઝહરીના માથે વધુ એક મોટી આફત આવી છે. આજે કચ્છમાં પણ મુફ્તી સલમાન અઝહરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કચ્છના સામખીયારી પોલીસ સ્ટેશનમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, કેમ કે ગઇ 30 જાન્યુઆરીએ તેમને આવી જ એક ભડકાઉ સ્પીચ આપી હતી. 


મુસ્લિમ સમાજના ધર્મ ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરી માટે મોટી આફત આવી છે, તેમની વિરૂદ્ધમાં વધુ એક નોંધવામાં આવ્યો છે, મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ સામખીયારી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે આ ગુનો પણ ભડકાઉ ભાષણને લઇને જ નોંધવામાં આવ્યો છે, એટલુ જ નહીં મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. કચ્છના સામખીયારીમાં ગુલસને મામદી ટ્રસ્ટ દ્વારા મૌલાનાનો આ કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં પણ મૌલાના દ્વારા કેટલાક વિવાદીત ભાષણો કરવામાં આવ્યા હતા. 


થોડાક દિવસો અગાઉ જુનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક ધર્મ સંમેલન યોજાયુ હતુ, આ સંમેલનમાં મુસ્લિમ ધર્મના આગેવાન મુફ્તી સલમાન અઝહરીએ મુસ્લિમ યુવાનોને ભડકાવનારું ભાષણ આપ્યુ હતુ, જેના પર કાર્યવાહી કરતાં પોલીસે એફઆઇઆર નોંધી હતી, આ મામલે હવે નવું અપડેટ સામે આવ્યું જેમાં મુફ્તી સલમાન અઝહરીની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસની ટીમ ગઇકાલે રાત્રે મુંબઇમાંથી મુફ્તી સલમાન અઝહરીને ઝડપી પાડ્યો છે. 




'ભડકાઉ ભાષણ આપનારા મૌલવીને જામીન ના મળવા જોઇએ, કડક સજા થવી જોઇએ', -મોહનદાસ મહારાજ
મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઇને હવે હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મગુરુઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. આજે અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ મહારાજેએ મુફ્તી સલમાન અઝહરી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, તેમને કહ્યું કે, આવા મૌલાના કે મુફ્તીઓ પર કડક કાર્યવાહી કરવી જોઇએ, મુફ્તી સલમાન અઝહરીને જામીન ના મળવા જોઇએ અને કડક સજા થવી જોઇએ. 


આજે અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ મહારાજે જુનાગઢની સભામાં મુફ્તી સલમાન અઝહરી દ્વારા કરાયેલા ભડકાઉ ભાષણ પર વિરોધ નોંધાવ્યો હતો. મોહનદાસ મહારાજે કહ્યું હતુ કે, એવા મૌલવી કે જે ભારતની શાંતિ ભંગ કરે છે, તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. આવા મૌલવી મુફ્તી સલમાન અઝહરી જેવાને છોડવામાં આવશે તો અન્ય બીજી કોઇ જગ્યાએ પણ ભડકાઉ ભાષણ કરશે. સરકાર અને પોલીસને ધન્યવાદ કે તેઓએ આવા મૌલવીને પકડ્યા છે. 
મૌલવીને પોતાની ભાષા ઉપર કંટ્રોલ હોવો જોઈએ. મોહનદાસ મહારાજે વધુમાં કહ્યું કે, મુફ્તી સલમાન અઝહરીને જામીન ના મળવા જોઇએ, અને આકરી સજા ફટકારવી જોઈએ.


શું છે મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો મામલો - 
થોડાક દિવસો પહેલા જુનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયુ હતુ, આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યુ હતુ, કેમકે આ સભામાં મુસ્લિમ આગેવાનોઓએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, બાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢની કોર્ટ પાસે આવેલી નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં ગઇ 31 જાન્યુઆરી 2024એ રાત્રિના સમયે 8 થી 12:30 ના સમયગાળા દરમિયાન મુસ્લિમ સમાજની સભા યોજાઇ હતી, જેમાં મુંબઇ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ સ્પીચનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસે શુક્રવારે જાતે જ ફરીયાદી બનીને ગુનો નોંધ્યો હતો.