Crime: બનાસકાંઠા જિલ્લામાંથી પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના સામે આવી છે. જિલ્લાના થરાદમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સને લઇને પોતાના જ પતિની હત્યા કરી દીધી  છે. મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના થરાદના ચોટપા ગામમાં પત્નીને પોતાના પતિના મિત્ર સાથે પ્રેમ સંબંધો હતા, આ સંબંધોને લઇને પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી દીધી, પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરુ રચ્યુ હતુ, આ અંતર્ગત પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિને મારવા માટે પહેલા પાણીમાં ઘેનની દવા પીવડાવી અને બાદમાં રસ્સા વડે ગળાફાંસો આપીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો, પોલીસે આ મામલે આરોપી પ્રેમી શિવા પટેલ અને પત્ની ભાવના કરવડાની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી હતી. 


સબજેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે ગેન્ગવૉર


Surendranagar: જેલમાં કેદીઓની મારમારીની ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ રહે છે, પરંતુ કેદીઓ વચ્ચે જૂથ અથડામણ થવાની ઘટના ભાગ્યે જ બને છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના સબજેલમાં ઘટી છે, અહીં બે જૂથો વચ્ચે જોરદાર મારમારી થયાની ઘટનાથી જેલ તંત્ર દોડતુ થયુ છે. માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરની સબજેલ ફરીથી મારામારીની ઘટનાથી ચર્ચામાં આવી છે. સબજેલમાં સજા ભોગવી રહેલા કાચા કાચા કામના કેદીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, આ પછી મામલો ઉગ્ર બન્યો અને બે કેદીઓમાની લડાઇ બે જૂથોમાં ફેરવાઇ ગયો હતો, બે જૂથો વચ્ચે જેલમાં ગેન્ગવૉર જેવી ઘટના બની ગઇ હતી. આ ઘટના બાદ સેબજેલમાં LCB, SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડ્યો હતો. ખાસ વાત છે કે, જ્યારે બે કેદીઓના જૂથો વચ્ચે મારામારીની ઘટના ઘટી ત્યારે સબજેલમાં જેલર સ્ટાફ હજાર હતો છતાં આ ઘટના ઘટી હતી. 


કિન્નર સાથે સંબંધ બાંધવા યુવક કરવા લાગ્યો જબરદસ્તી, પછી જે થયુ તેનાથી પોલીસ પણ થઇ દોડતી


સુરેન્દ્રનગરમાં હત્યાનો પ્રયાસ કરનાર કિન્નરની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે યુવક પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરનાર કિન્નરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. પોલીસ તપાસમા જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર યુવકે યોગેશ ઉર્ફ સાનિયા વણપરા નામના કિન્નરને મૂળચંદ કેનાલ પર બોલાવી અનૈતિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતુ. પરંતુ કિન્નરે આમ કરવાની ના પાડી હતી. તેમ છતાં યુવક કિન્નર સાથે વારંવાર બળજબરીપૂર્વક અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરવા લાગ્યો હતો. જેનાથી ગુસ્સે થયેલા કિન્નરે યુવક પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા એ-ડિવિઝન પોલીસે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં દ્ધારકા ખાતેથી કિન્નરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial