સૌરાષ્ટ્ર પંથકમાં સિઝનના અંતિમ સમયમા વરસાદ વિનાશ નોતરી રહ્યો છે.  ગીરપંથકમાં છેલા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે   ખેડૂતોને મગફળી સોયાબીન અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે. મગફળીનો પાક તૈયર થઈ ચૂક્યો છે અને તેને હવે લણવો ફરજિયાત બન્યો છે જેને લઈ  મગફળીને જમીનની બહાર કાઢી પરંતું હવે તેને થ્રેસર (હારવેસ્ટર) થી લણે તે પહેલાજ વરસાદે એન્ટ્રી કરતા હજારો હેકટર મગફળીનો પાકને ખૂબ જ મોટું નુકશાન થયું છે.   બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કપાસ,મગફળી અને  જુવાર સહિતના પાકને મોટું નુકસાન થયાની ભીતિ છે. 


અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલીયા વિસ્તારને અતિવૃષ્ટિ જાહેર કરવાની માંગ સાથે  ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકશાન થયું છે.


 


સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર


સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જુનાગઢમાં માંગરોળના સામરડા ગામે લોકોના ઘરોમાં ઘુસ્યા પૂરના પાણી ઘૂસ્યા છે. ગઈ કાલથી માંગરોળ પંથકમાં પડી રહેલ ભારે વરસાદથી માંગરોળનું ઘેડ પથંક ફરીએકવાર બેટમાં ફેરવાયું છે. ઘેડ પંથકના તમામ રસ્તાઓ ઉપર પૂરના પાણી ફરી વળતાં માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો ફરી એકવાર સંપર્ક વિહોણા થયા છે. ઘેડ પંથકના સામરડા ગામે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી જવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે.

જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 


ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે.