Patan : આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસ આવતીકાલે 1 મેં ના રોજ પાટણ જિલ્લામાં ઉજવવામાં આવશે.   મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369  કરોડના 429 વિકાસ કામોની ભેટ મળશે. તેના પગલે  ઉત્તર ગુજરાતના પાટણ  જિલ્લામાં વિકાસની  નવી ઉંચાઈ પ્રસ્થાપિત થશે.  


આ કામોમાં  પાટણના નાગરિકોને રૂપિયા 264 કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે.તેના પગલે  પાટણ જિલ્લાના ચાર તાલુકા સહિત કાંકરેજ તાલુકના ખાતમુહૂર્ત નાગરિકોને પણ પાણીના કમોની વિશેષ ભેટ ઉપલબ્ધ થશે. 


મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી જિલ્લાના અનેક ગામોના ૩.૨૨ લાખ થી વધુ લોકોને સીધો લાભ મળશે.


રાજયના સ્થાપના દિવસે  હાથ ધરાનાર વિકાસની હેલીમાં પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઇપ લાઇન ,પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જેનાથી 144 ગામોની 28019 લોકોને ફાયદો થનાર છે.


દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ 50 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી  આરોગ્ય વિભાગના 02 કામોમાં 02 ગામની 10,000 વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળનાર છે.


રૂ 6450 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના 06 કામો જેમાં 39 ગામોની 132351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળનાર છે.


પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 03 કામો 26435.95 લાખના ખર્ચે તૈયાર થનાર છે જેનાથી 01 ગામની 1476 પાટણવાસીઓ લાભ લઇ શકનાર છે.


બાલીસણા, અજા અને ભાટસણ ખાતે  આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થનાર છે.મહિલા અને બાળ વિકાસના રૂ 21 લાખના ખર્ચે 03 કામોના  આંગણવાડી મકાનોના ખાતમુર્હુત થનાર છે. જેનાથી 03 ગામોની 379 બાળકને પોષ્ટીક આહાર મળી રહેશે.


સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રૂ 96 લાખના ખર્ચે 01 કામનું ખાતમુર્હુત થનાર છે જેનાથી 2050 સિધ્ધપુરવાસીઓને ફાયદો થનાર છે .


ગુજરાતની સ્થાપના દિવસે મુખ્યમંત્રીના હસ્તે  11 વિભાગાના 1261 કામોનું લોકાર્પણ થનાર છે.