રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. બિપરજોય વાવાઝોડુ આવતીકાલે સાંજે ચારથી છ વાગ્યાની વચ્ચે જખૌ બંદર પર ટકરાશે તેવી હવામાન વિભાગે કરી હતી. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છમાં થશે ત્યારે વાવાઝોડામાં લોકોની મદદ માટે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આગળ આવી છે.
ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. 100 હરિભક્તો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવ્યા હતા. માંડવી,જખૌ અને પ્રભાવિત વિસ્તારમાં ફૂડ પેકેટ મોકલવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારમાં ખોરાકની વ્યવસ્થા કરવા વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા હતા. બિપરજોય ચક્રવાતના પગલે લોકોની મદદ માટે  ધાર્મિક સંસ્થા આગળ આવી છે. જામનગર BAPS સંસ્થાએ ફૂડ પેકેટ બનાવી મોકલવાનું શરૂ કર્યું હતું. જામનગર સ્વામિનારાયણ સંસ્થાએ 1500 ફૂડ પેકેટ બનાવી જામનગર મહાપાલિકાને સુપરત કર્યા હતા. જરૂરિયાતમંદ લોકો સુધી જામનગર મહાપાલિકા આ ફૂડ પેકેટ પહોંચાડશે.



બીજી તરફ જૂનાગઢમાં ખોડલધામ ટ્રસ્ટ દ્ધારા પણ ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા. પ્રભાવિત વિસ્તારોમાં તૈયાર કરાયેલ ફૂડ પેકેટ સરકારના નિર્દેશ મુજબ પહોંચાડવામાં આવશે.  સંભવિત વાવાઝોડાની અસરને લઈને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ખંભાળિયા ભાજપ દ્વારા નવા બની રહેલા કાર્યાલયમાં આશ્રીતીઓને સહારો આપવામાં આવ્યો હતો. 20 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. દ્વારકા ભાજપ જિલ્લા દ્વારા ખાસ ટીમ બનાવામાં આવી હતી.


આવતીકાલે પાંચ વાગ્યે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડુ


બિપરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના રાહત કમિશ્નરના કહેવા મુજબ આવતીકાલે પાંચ વાગ્યા વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં 46 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન કચ્છ માટે કરાયા શરૂ કરવામાં આવ્યા છે. દરિયાના કાંઠે નહીં જવાની રાજ્ય સરકારે અપીલ કરી છે. તેમના કહેવા મુજબ પ્રભાવિત વિસ્તારમાંથી 55 હજાર લોકોનું સ્થળાંતર કરવાનું આયોજન છે. કચ્છમાં 22 હજાર પૈકી 18 હજારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાંજ સુધીમાં કચ્છમાં કુલ 22 હજાર લોકોનું સ્થળાંતર કરાશે. જ્યાં અંધારપટ્ટ છે ત્યાં વીજપુરવઠો શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડુ આવતીકેલા ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે, આ દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, અને તેની ઝડપી 150 કિમીની રહેશે. હવામાન વિભાગ અનુસાર, બિપરજૉય વાવાઝોડું આવતીકાલે 4 થી 8માં ટકરાઇ શકે છે. માંડવી અને કરાંચીની વચ્ચેથી વાવાઝોડું પસાર થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થશે ત્યારે પવનની ગતિ 150 કિ.મીની રહેવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થતા જ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કચ્છના મોટા અને નાના રણમાં પ્રચંડ આંધી પણ ફૂંકાઇ શકે છે. આ વાવાઝોડુંથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી શકે છે.