Cyclone Biparjoy News: બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે. તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર જોવા મળી રહી છે. મધરાત્રે આ વાવાઝોડું પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી ગયું હતું.
વાવાઝોડા પછી શું સાવધાની રાખશો
- વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું
- અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં
- ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા
- કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો
- ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહીં
- ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા
- ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો
- ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવું
બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મોરબી શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં વરસી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા ની અસર મોરબી જિલ્લા અને શહેર પર આફત બની છે. મોરબીના નવલખી બંદર નજીક પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. નવલખી બંદર, ઝિંઝડા, વર્ષા મેડી, મોટા દહિસરા, નાના દહિસર, લવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
જામનગરમાં વરસાદ
જામગર શહેરમાં વાવાઝોડાની ભારી અસર જોવા મળી રહી છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સેક્શન રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે.
અમરેલીમાં વરસાદ
વાવાઝોડાની અસર અમરેલીમાં પણ જોવા મળી છે. ધારીના સરસીયા અને ગીર વિસ્તારમાં ગઇકાલે સાંજે ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડ્યો છે.
રાજકોટમાં વરસાદ
બીપરજોય વાવાઝોડા ની અસર ને લઈ ધોરાજીમાં ભારે ધૂધવતા પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં આખી રાત ધીમી ધારે વરસાદ બાદ વહેલી સવારના ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા. વાવાઝોડાના કારણે ધોધમાર વરસાદને લઈને શફુરા નદીમાં નવા નિર આવ્યા છે. થોડાક સમય જો વધુ વરસાદ પડશે તો શફુરા નદી કાંઠે આવેલ પંચનાથ મહાદેવ મંદિર નો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડશે.