Biparjoy cyclone: લગભગ 150 કિમીની ઝડપે ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂનની સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, તેની અસરને કારણે 14 થી 16 જૂન સુધી ભારે પવન સાથે વરસાદરૂપે જોઇ શકાશે.


 હવામાન વિભાગની આગાહી અનુમાન મુજબ વાવાઝોડું ગુજરાતથી માત્ર 280 કિ.મી દુર છે. કાલે સાંજે 4થી8 વાગ્યાની વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે જખૌ બંદર પર ટકરાશે. આ સમયે પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. આ સ્થિતિને જોતો કચ્છના કેટલાક નીચાણવાળા વિસ્તારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


માંડવીના  "મોઢવા"નું આખું ગામ ખાલી કરવામાં આવ્યું છે. એક હજારથી વધુ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યા ખસેડવામાં આવ્યા છે, માંડવીના મસ્કા અને ગુંદિયાડી ગામમાં તમામ લોકોને સલામત સ્થળે  ખસેડવામાં આવ્યા છે. હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન કચ્છ માટે કરાયા શરૂ કરવામાં આવ્યાં છે.


 વાવાઝોડાનો કેર, આ જિલ્લામાં ભારે પવનથી 492 વીજ પૉલ ધરાશાયી, જુઓ સંપૂર્ણ લિસ્ટ


બિપરજૉય વાવાઝોડાએ કેર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ મોટુ નુકશાન પહોંચ્યુ છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે અને આ બધાની વચ્ચે એક લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ગીર સોમનાથમાં 492 વીજ થાંભલા ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે. 


માહિતી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં નુકશાન થવાનું શરૂ થઇ ગયુ છે. સમાચાર છે કે, પીજીવીસીએલના એક પ્રાથમિક સર્વે અનુસાર, સામે આવ્યુ છે કે, ગીર સોમનાથમાં બિપરજૉય વાવાઝોડાના કારણે કુલ 492 વીજ થાંભલા ધરાશાળી થયા છે. 


ક્યાં ક્યાં વીજ થાંભલા થયા ધરાશાયી - 
આ સર્વે અનુસાર, ઉનામાં 13 વીજ પૉલ અને 1 ટ્રાંસફૉર્મર, કોડીનારમા 13 વીજ પૉલ, ગુર ગઢડા 21 વીજ પૉલ અને એક ટ્રાંસફૉર્મર, વેરાવળમાં 150 વીજ પૉલ, સુત્રાપાડામાં 90 વીજ પૉલ, પ્રાચીમાં 80 વીજ પૉલ, તાલાલામાં 100 વીજ થાંભલા ધરાશાયી થયા છે. 









બિપરજોય વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આવતીકાલે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. કાલે વલસાડ, સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.


રાજ્યમાં 37 હજારથી વધુ લોકોનું કરાયુ સ્થળાંતર


સાયક્લોન બિપરજોય અગાઉ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. NDRF, SDRF, કોસ્ટગાર્ડ ઉપરાંત રાહત અને બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે. તોફાન આવતીકાલે સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જખૌ બંદર પર ત્રાટકશે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના 37 હજાર 794 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. તમામ એયરબેઝ પર હેલિકોપ્ટર્સ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે આર્મી હાઈએલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં NDRFની 15 અને SDRFની 12 ટીમો તૈનાત કરાઇ છે. તે સિવાય માર્ગ મકાન વિભાગની 115 ટીમો સજ્જ કરાઇ છે. કચ્છમાં 40 હજારથી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. કચ્છમાં ચાર CDHO, 15 મડિકલ ઓફિસર ફરજ પર રહેવાના આદેશ અપાયા હતા. 108ની  157 મળી કુલ 239 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.