ગાંધીનગર: ગુજરાત પર 16મી મેના રોજ 'તૌકતે' વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
હવામાન વિભાગના મતે 14 મેના અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાઈ શકે. જે 15 મે ના ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જ્યારબાદ 16 મે ના તે વાવાઝોડાના રૂપમાં સક્રિય થઈ શકે છે. આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
હવામાન વિભાગનું કહેવું છે, વાવાઝોડાની સાથે વરસાદ પણ વરસી શકે છે.. જો કે, હાલ કોઈ પણ પ્રકારની ચિંતાની પરિસ્થિતિ નથી.. તમામ સ્થિતિ પર નજર રખાઈ રહી છે. વાવઝોડાની સંભવનાને લઈ સરકાર પણ એક્શનમાં આવી છે. માછીમારોને એલર્ટ કરાયા છે અને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાનું નામ મ્યાનમાર તરફથી અપાયું છે તૌકતે વાવાઝોડાનો મતલબ વધુ અવાજ કરતી ગરોળી થાય છે.