દાહોદના ફતેપુરાના નીંદકાપૂર્વ ગામે માતાએ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. મળતી જાણકારી અનુસાર, દાહોદના ફતેપુરાના નીંદકાપૂર્વ ગામે માતાએ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. અગમ્ય કારણોસર માતાએ બે બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા ચકચાર મચી ગઇ હતી.કૂવામાં પડતા માતા અને બે બાળકોના મોત નીપજ્યા હતા.માતા અને બાળકોના મૃતદેહને સુખસર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Rajkot:  નોકરીની લાલચ આપી ડૉક્ટર યુવતી સાથે 23 લાખથી વધુની છેતરપિંડી


રાજકોટ:  રાજકોટમાં નોકરીની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડીની ઘટના બની છે. મૂળ બગસરાના હાર્દિક નામના શખ્શે ઈન્સ્ટાગ્રામ પર ડૉ. રાજીવ મહેતા નામનું બોગસ ID બનાવ્યું હતું.  આરોપીએ એક યુવતી સાથે મિત્રતા કરી હતી. યુવતીને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીએ યુવતી પાસેથી 23 લાખ, 35 હજાર રૂપિયા પણ પડાવ્યા.  જો કે, યુવતીને છેતરાયાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 


બગસરાના હાર્દિકે ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું કહી આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી અપાવી દેવાના બહાને 23.35 લાખ રૂપિયા મેળવી લીધા હોવાની ફરિયાદ નોંધાતા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી હાર્દિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


રાજકોટ શહેરની એક લેડી ડોકટર સાથે બગસરાના ગઠીયાએ ઇન્‍સ્‍ટાગ્રામ મારફત ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી પોતે હાર્ટ સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટર છે તેવી ખોટી ઓળખ ઉભી કરી મિત્રતા કેળવી બાદમાં તેણીને સરકારી નોકરી અપાવવાની તેમજ પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે અને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેવાના બહાને તેમજ છેલ્લે રાજકોટમાં પોતે 400 બેડની હાર્ટ હોસ્‍પિટલ શરૂ કરી રહ્યો છે તેમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી ધીમે ધીમે મળીને કુલ રૂ. 23.35 લાખ મેળવી ઠગાઇ કરતાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપી હાર્દિકની ધરપકડ કરી. પોલીસ તપાસમાં આરોપી હકિકતે ડોક્‍ટર નહિ પણ ભાડાની દુકાનમાં મોબાઇલ શોપ લે વેચ તથા રીપેરીંગનો ધંધો કરતો હોવાનું ખુલ્‍યું હતું.


છેતરપિંડનો ભોગ બનનાર યુવતીએ જણાવ્‍યું હતું કે હું તબિબ છું અને હાલમાં નોકરી કરતી નથી. સોશિયલ મિડીયા ઇન્‍સ્‍ટાગ્રામમાં મારું એકાઉન્‍ટ છે.  મારા ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર  રિક્‍વેસ્‍ટ આવી હતી. જે મેં સ્‍વીકારી હતી. એ પછી તેની સાથે વાતચીત શરૂ થઇ હતી. જે તે વખતે તેણે પોતાની ઓળખ ડો. રાજીવ મહેતા તરીકે આપી હતી. વાતચીત આગળ વધતાં એકબીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે થઇ હતી. તે વખતે રાજીવે પોતે હાર્ટસર્જન છે અને સુરતમાં પોતાની હોસ્‍પિટલ છે તેમજ હોસ્‍પિટલનું નામ મહેતા હાર્ટ ઇન્‍સ્‍ટીટયુટ છે તેવું કહ્યું હતું. એટલુ જ નહિ આ હોસ્‍પિટલ 700 બેડની હોવાનું પણ કહ્યું હતું